ખંભાળીયામાં થયેલ ચોરીના આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડયો
રાજકોટ રેન્જ,રાજકોટના નાયબ પોલીસ મહાનીરીક્ષક નિલિપ્ત રાય તથા દેવભુમી દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા નાઓ દ્વારા દેવભુમી દ્વારકા જીલ્લામાં બનતા મિલકત સંબધી તથા ગંભીર પ્રકારના ગુન્હાઓ અંગે સચોટ અને ઉંડાણ પુર્વકની તપાસ કરી ગુન્હાઓ અનડીટેક ન રહે તે સારૂ અસરકારક કાર્યવાહી કરવા સુચનાઓ આપવામાં આવેલ.
ખંભાળીયા પોલીસ સ્ટેશનમાં કલમ ૩૦૩(૨) મુજબનો ગુન્હો તા.૧૭/૦૮/૨૦૨૬ના જાહેર થયેલ હોય, જે ગુન્હાના કામે ફરીયદીની કાનાણી એન્ટરપ્રાઇઝ નામની દુકાનના કાઉન્ટરમાથી ફરીયાદીની નજર ચુકવી વેપારના રાખેલ રૂપીયા-૧૦,૦૦૦/- કોઇ અજાણ્યા ચોર ઇસમે ચોરી કરી લઇ ગયેલની ફરીયાદ જાહેર થયેલ હતી.
જે અનુસંધાને ઈ.ના.પો.અધિક્ષક મીત રૂદલાલ ખંભાળીયા વિભાગ, ખંભાળીયા નાઓએ ખંભાળીયા પો.સ્ટે.ના ઇન્ચાર્જ પો.ઇન્સ. એચ.જી.રાઠોડ તથા સર્વેલન્સ સ્ટાફને ગુન્હાના કામે ચોરીમાં ગયેલ મુદામાલ તથા આરોપીઓને શોધી કાઢવા સુચના તથા માર્ગદર્શન આપેલ. જે અનુસંધાને ખંભાળીયા પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ જે.ટી. ચાવડા દ્વારા તપાસ સંભાળી સર્વેલન્સ સ્ટાફ સાથે મળી ઉપરોકત ગુન્હાના બનાવ સ્થળના તથા આસ પાસના સી.સી.ટીવી કેમેરા ચેક કરેલ તેમજ બનાવવાળી જગ્યાની આજુબાજુ પસાર થતા વાહનો ઉપર જરૂરી વર્ક આઉટ કરી તથા ટેક્નિકલ એનાલીસીસ અને હ્યૂમન સોર્સિસની મદદથી તપાસ કરતા સર્વેલન્સ સ્ટાફના એ.એસ.આઈ.હેમતભાઈ નથુભાઇ નંદાણીયા તથા પો.હેડ.કોન્સ. કાનાભાઈ રાણાભાઈ લુણા તથા પો.કોન્સ અરજણભાઇ રાયદેભાઇ આંબલીયા નાઓ ખાનગી રાહે મળેલ ભરોસાપાત્ર હકિકત આધારે ખંભાળીયા પોલીસ સ્ટેશનના ઉપરોકત ગુન્હાના કામે નીચે જણાવેલ નામવાળો આરોપીને ચોરી કરેલ રોકડ રૂપિયા-૧૦,૦૦૦/- ના મુદામાલ સાથે બનાવ બન્યાના ગણતરીની કલાકોમાં ઝડપી પાડી ૧૦૦ % મુદ્દામાલની રીકવરી કરી આરોપી વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ.
આરોપી મહેશભાઇ માલદેભાઇ અસ્વાર જાતે-રાજગોર બ્રાહ્મણ ઉવ.૨૪ ધંધો-મજુરી રહે.રાજપુત સમાજ સામે હરભોલે પાન વાળી ગલીમા ખંભાળીયા.
ઉપરોક્ત આરોપી દુકાનમા જઈ વેપારી સાથે વાતચીત કરી વિશ્વાસમા લઇ વધુ માત્રામા માલ-સામની માગ કરી વેપારીની નજર ચુકવી વેપારના નાણાની ચોરી કરવાની એમઓ ધરાવે છે.