જામનગરના આદર્શ સ્મશાન (સોનાપુરી)માં ત્રીજી ગેસ આધારિત વિદ્યુત ભઠ્ઠીનો શિલાન્યાસ

  • August 22, 2026 11:47 AM 

જામનગરના આદર્શ સ્મશાન (સોનાપુરી)માં ત્રીજી ગેસ આધારિત વિદ્યુત ભઠ્ઠીનો શિલાન્યાસ

શ્રી સમાજ સેવક મહાવીર દળ – જામનગર સંચાલિત આદર્શ સ્મશાન (સોનાપુરી – જામનગર) માં દાતા જોબનપુત્રા પરિવારના ધીરજલાલ ત્રિભોવનદાસ જોબનપુત્રા (જલારામ મેટલ્સ એલોય્) તરફથી માતુશ્રી સ્વ. બચુબેન ત્રિભોવનદાસ જોબનપુત્રાના સ્મરણાર્થે ગેસ આધારિત ફરનેશ માટેનું સંપૂર્ણ દાન આપવાની જાહેરાત કરવામાં આવેલ છે.

આજરોજ દાતા પરિવાર દ્વારા આ ગેસ આધારિત વિદ્યુત ભઠ્ઠીનો શિલાન્યાસ સંપૂર્ણ વૈદિક પદ્ધતિથી પ્રવિણાબેન વાઘેલાના બ્રહ્મા પદે કરવામાં આવેલ.

આ પ્રસંગે દાતા પરિવારના મનુભાઈ જોબનપુત્રા, ધીરજલાલ ત્રિભોવનદાસ જોબનપુત્રા (જલારામ મેટલ્સ એલોય્), હર્ષદભાઈ જોબનપુત્રા, અશોકભાઈ જોબનપુત્રા, કમલેશભાઈ જોબનપુત્રા, મેહુલભાઈ જોબનપુત્રા ઉપરાંત 79 ના ધારાસભ્ય  દિવ્યેશભાઈ અકબરી, ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ અને અગ્રણી ઉદ્યોગપતિ જીતુભાઇ લાલ, ધીરુભાઈ કનખરા, પૂર્વ ડેપ્યુટી મેયર ક્રિષ્ણાબેન સોઢા, પૂર્વ ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, કોપોરેટર રાજુભાઈ પરમાર, સુભાષભાઈ જોશી, પૂર્વ કોર્પોરેટર હકાભાઈ ઝાલા, સામતભાઇ પરમાર, શશીકાન્તભાઈ મશરૂ, FMCG એસોસિએશન ના પ્રમુખ વ્યોમેશ લાલ, નીરજભાઈ દત્તાણી, નીતિનભાઈ માડમ તથા વિશ્વકર્મા સમાજ સંઘ જામનગર ના ઉપાધ્યક્ષ ગીરીશભાઈ અમેથિયા, પ્રદેશ મંત્રી ગુજરાત યુવા ભાજપ  કુલદીપસિંહ બી. જાડેજા, જીતુભાઇ ચોવટીયા, પાર્થ સુખપરીયા, આર્કીટેક અંકિત દત્તાણી, રાજીભાઈ અગ્રાવત, જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશન પ્રમુખ રામજીભાઈ પટેલ તેમજ શ્રી સમાજ સેવક મહાવીર દળ – જામનગરના પ્રમુખ દીપકભાઈ ઠક્કર, માનદ્દમંત્રી  દર્શનભાઈ ઠક્કર, ઉપપ્રમુખ વિશ્વાસભાઈ ઠક્કર, સહમંત્રી ધવલભાઈ બરછા, કોષાધ્યક્ષ કલ્પેશભાઈ મહેતા, અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતીમાં આ કાર્યક્રમ સંપન્ન થયો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application