'છોટી કાશી' જામનગરમાં ગણેશ વિસર્જનનો આઠમો દિવસ : વધુ ૮૨ મૂર્તિઓની વિદાય

  • September 22, 2026 11:38 AM 

'છોટી કાશી' જામનગરમાં ગણેશ વિસર્જનનો આઠમો દિવસ : વધુ ૮૨ મૂર્તિઓની વિદાય

આઠ દિવસમાં બંને વિસર્જન કુંડમાં કુલ ૩૫૪૬ ગણેશ મૂર્તિઓનું વિસર્જન : ખંભાળિયા બાયપાસ કુંડમાં ૨૭૬૬ અને સરદાર રિવેરા કુંડમાં ૭૮૦ મૂર્તિઓની વિદાય

જામનગરમાં ગણેશોત્સવ અંતર્ગત ગણેશ મૂર્તિઓના વિસર્જનનો આજે આઠમો દિવસ હતો. જામનગર મહાનગરપાલિકા દ્વારા ગણેશ મૂર્તિઓના વિસર્જન માટે ખંભાળિયા બાયપાસ તથા સરદાર રિવેરા ખાતે તૈયાર કરવામાં આવેલા બંને વિસર્જન કુંડ ખાતે આજે પણ ગણેશ ભક્તો અને ગણેશ મંડળો દ્વારા ગણપતિ બાપાની મૂર્તિઓનું વિધિવત્ વિસર્જન કરવામાં આવ્યું હતું.

મહાનગરપાલિકાના આંકડા મુજબ આજે તા. ૨૧ સપ્ટેમ્બરના રોજ આઠમા દિવસે ખંભાળિયા બાયપાસ વિસર્જન કુંડમાં ૫૮ તથા સરદાર રિવેરા વિસર્જન કુંડમાં ૨૪ મળી બંને કુંડમાં કુલ ૮૨ ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.આ સાથે ગણેશોત્સવના આઠ દિવસ દરમિયાન ખંભાળિયા બાયપાસ વિસર્જન કુંડમાં કુલ ૨૭૬૬ તથા સરદાર રિવેરા વિસર્જન કુંડમાં કુલ ૭૮૦ ગણેશ મૂર્તિઓનું વિસર્જન થયું છે. બંને કુંડનો આઠ દિવસનો કુલ આંકડો ૩૫૪૬ મૂર્તિઓનો થયો છે.
​​​​​​​
​​​​​​​ગણેશ ભક્તો દ્વારા પોતાના આરાધ્ય દેવ ગણપતિ બાપાની ભક્તિભાવપૂર્વક વિદાય કરવામાં આવી હતી. વિસર્જન દરમિયાન ગણપતિ બાપા મોરિયાના જયઘોષથી બંને વિસર્જન કુંડના સ્થળો ગણેશમય બની રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application