દેવભૂમિ દ્વારકા: કુરંગા-ઓખામઢી ફાયરીંગ રેન્જમાં 6 ઓક્ટોબર સુધી પ્રવેશબંધી

  • August 18, 2026 10:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા: કુરંગા-ઓખામઢી ફાયરીંગ રેન્જમાં 6 ઓક્ટોબર સુધી પ્રવેશબંધી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના કુરંગા અને ઓખામઢી ખાતે આવેલી ફિલ્ડ ફાયરીંગ રેન્જમાં ફાયરીંગ પ્રેક્ટિસ યોજાનાર હોવાથી જાહેર જનતાની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ અંગે દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડી જણાવ્યું છે કે, કુરંગા તથા ઓખામઢી ખાતે તા. 6 ઓક્ટોબર સુધી ફાયરીંગ પ્રેક્ટિસ ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન ફાયરીંગ બટ વિસ્તારમાં કોઈપણ વ્યક્તિએ પ્રવેશ કરવો નહીં.

​​​​​​​ફાયરીંગ પ્રેક્ટિસ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને લોકોની સલામતી જળવાઈ રહે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમજ ભંગ કરનાર શિક્ષાને પાત્ર બનશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application