'સરકાર કી આમદ મરહબા' ઇદ-એ-મિલાદુન્નબીની તૈયારીના ભાગરૂપે જામનગર શહેર મુસ્લિમ વિસ્તારોમાં રોશનીનો ઝગમગાટ
મસ્જીદોમાં, ઘરો પર રંગ-બેરંગી લાઇટો શણગાર અને નબીના નામ ના ઝંડા લાગ્યા
આગામી તા.૨૬ ઓગસ્ટ,૨૦૨૬ બુધવાર ના રોજ ઈદે-એ-મિલાદુન્નબી પયંગમ્બર મોહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નો પવિત્ર દિવસ આવી રહ્યો હોવાથી મુસ્લિમ સમાજ ઉજવણી કરવા થનગની રહ્યો છે. આથી ચાલુ વર્ષ આશિકોમાં ગજબનો થનગનાટ જોવા મળે છે.
હાલ, જામનગર શહેરમાં આવેલ ઘાંચીની ખડકી વિસ્તારમાં શહીદી ચોક ખાતે "જશને આમદે રસુલ" નામથી તકરીર નો શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૈયદ ઝૈનુલઆબેદીન સાહબ કિબ્લા તથા હાફિઝ સોહિલ ઝ્રા સાહબ દ્વારા રાત્રીના ૧૦ થી ૧૨ વાગ્યા સુધી તકરીર રાખવામાં આવી રહી છે અને મોટી સંખ્યામાં ભાઇયો તથા બહેનો પણ તકરીર સાંભળવા માટે આવે છે તેમજ કાલાવડ નાકા બહાર આવેલ રબ્બાની પાર્ક, સિલ્વર પાર્ક, તારમામદ સોસાયટી, પાંચહાટડી વિસ્તાર, મકવાણા સોસાયટી વિસ્તાર, નૂરી પાર્ક વિસ્તાર, મહારાજા સોસાયટી, ગરીબ નવાઝ સોસાયટી, વાઘેરવાડો વિસ્તાર, સુમરાચાલી વિસ્તાર, બેડી વિસ્તાર, ધરાનગર વિસ્તાર, ખોજા ગેટ વિસ્તાર, નવાગામ ઘેડ વિસ્તાર તેમજ જામનગર શહેર મુસ્લિમ ની આન-બાન-શાન જુમ્મા મસ્જિદ, રતનબાઇ મસ્જીદ અને માંડવી ટાવર મસ્જીદ સહિત મુસ્લિમ વિસ્તારમાં આવેલ તમામ વિવિધ મસ્જિદો, મહોલ્લા તથા ઘર વગેરેમાં રોશની કરવામાં આવી રહી છે.
પરંપરા મુજબ જામનગર શહેરમાં ઇદ-એ-મિલાદુન્નબી નિમિત્તે તા.૨૬ ઓગસ્ટ,૨૦૨૬ બુધવાર ના રોજ ભવ્ય જુલુસ કાઢવામાં આવશે. જેમાં સફેદ પોષાકમાં સજજ થઇને હાથમાં પરચમ એટલે કે ઝંડા લેહરાવવામાં આવશે અને આ દિવસે "સરકાર કી આમદ મરહબા" તથા "મરહબા યા મુસ્તુફા"ના ગુંજી ઉઠશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર: કાલાવડમાંથી ભેળસેળીયું દૂધ ઝડપાયું, ૬ નમૂના નાપાસ
September 22, 2026 12:26 PMટેકસાસની ૯૦ ફૂટ ઉચી હનુમાન પ્રતિમા ફરી એકવાર વિવાદમાં
September 22, 2026 12:07 PMઓગસ્ટમાં નવા રોકાણકારોની નોંધણીમાં ગુજરાત સૌથી આગળ, 2.3 લાખ ઉમેરાયા
September 22, 2026 12:05 PMમહિલાઓ સિલિન્ડર નથી ઉઠાવી શકતી? નોકરીમાં લિંગ ભેદભાવથી સુપ્રીમ નારાજ
September 22, 2026 12:03 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
