ખંભાળિયા: મુળવાસર ગામની સીમમાં જુગાર રમતા સાત સપડાયા

  • August 22, 2026 01:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા: મુળવાસર ગામની સીમમાં જુગાર રમતા સાત સપડાયા
​​​​​​​
રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા નાઓએ જિલ્લામાં શ્રાવણ માસમાં જુગાર જેવી અસામાજિક પ્રવૃતી કરતા ઇસમો ઉપર સખ્તાઇથી કાર્યવાહી કરવા માટે સુચના કરેલ હોય જે અનુસંધાને એલ.સી.બી.ના ઇન્યા. પોલીસ ઇન્સ્પેકટર એન.એચ.જોષી નાઓની રાહબરી હેઠળ પોલીસ સબ ઇન્સ. બી.એમ.દેવમુરારી તથા પોલીસ સબ ઇન્સ. એમ.આર.સવસેટા નાઓ એલ.સી.બી. સ્ટાફ સાથે ઉપરોક્ત બાબતે કાર્યરત હતા.

દરમ્યાન એએસઆઈ મુકેશભાઇ વાઘેલા, કુલદિપસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ જયપાલસિંહ જાડેજા નાઓને બાતમી હકિકત મળેલ કે, મુળવાસર કોરાપીર સીમ વીસ્તારમા આવેલ કોરાપીર દરગાહની બાજુમા આવેલ ખરાબાની જગ્યામાં લાઇટના અંજવાળે જાહેરમાં અમુક ઇસમો ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતી રોન પોલીસ નામનો જુગાર રમતા હોવાની હકિકત આધારે રેઇડ કરી નીચે જણાવેલ નામવાળા આરોપીઓને જુગાર રમતા પકડી પાડી એએસઆઈ મુકેશભાઈ વાઘેલા નાઓએ પકડી પાડી દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રેકર્ડ કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપીઓમાં રવી કાનાભાઇ ચાસીયા રહે. કોરાપીર સીમ મુળવાસર, કમલેશભાઇ સામતભાઇ દંડેચા રહે. આરભંડા ગામની સીમ, કરણ દેસાભાઇ ચાનપા, દીલીપ પુંજાભાઇ ચાસીયા રહેકૃષ્ણનગર, રામભા બાલુભા કારા રહે. પાડલી ગામ, રણજીતભા નાયાભા જગતીયા રહે.શામળાસર, હીરેન દેવાભાઇ વધોરા રહે.આરભંડા ગામની સીમ તા.દ્વારકા જી.દેવભુમી દ્વારકાનો સમાવેશ થાય છે.

કબ્જે કરેલ મુદામાલ રોકડા ૮૦,૫૦૦, મોબાઇલ ફોન-૩ કિ.૧૦,૫૦૦, ટોર્ચ લાઇટ નંગ-૦૧ કિ. ૧૦૦, કુલ રૂ. ૯૧,૧૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application