દ્વારકા: ચુડેશ્વર ગામે જુગાર રમતા ૬ શખ્સ આબાદ ઝડપાયા
દેવભૂમિ દ્વારકા જિલ્લાની સલાયા મરીન પોલીસે ચુડેશ્વર ગામમાંથી જુગાર રમતા છ લોકોને પકડી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી ૧૦,૫૧૦નો રોકડા અને જુગારનો સામાન જપ્ત કર્યો છે.
આ કાર્યવાહી સલાયાના ચુડેશ્વર જેટી બાજુ જતા રસ્તા પર ખુલ્લી જગ્યામાં કરવામાં આવી હતી. આરોપીઓ સ્ટ્રીટ લાઈટના અજવાળે પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધીક્ષક અને નાયબ પોલીસ અધીક્ષકની સૂચના અને માર્ગદર્શન હેઠળ સલાયા મરીન પોલીસે પેટ્રોલીંગ દરમિયાન આ રેડ કરી હતી.
પકડાયેલા આરોપીઓમાં અજયસિંહ કારૂભા જેઠવા (ઉંમર ૨૪), ગીરીરાજસિંહ જશુભા જેઠવા (ઉંમર ૧૮), યુવરાજસિંહ બટુકસિંહ જાડેજા (ઉંમર ૨૮), નાથુભા ગુલાબસંગ જાડેજા (ઉંમર ૩૬), નુરમામદભાઈ ઈસ્માઈલભાઈ ધુળા (ઉંમર ૪૫) અને પ્રવીણસિંહ પ્રભાતસિંહ જેઠવા (ઉંમર ૩૩)નો સમાવેશ થાય છે. આ તમામ ચુડેશ્વર ગામ, તાલુકો ખંભાળીયાના રહેવાસી છે. પોલીસે તેમની પાસેથી કુલ ૧૦,૫૧૦ રૂપિયાનો રોકડા અને જુગાર રમવા માટેના સાધનો જપ્ત કર્યા છે. તમામ આરોપીઓ વિરુદ્ધ સલાયા મરીન પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ ૧૨ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationટીવી ચેનલો કોર્ટ સુધી પહોંચી, તો વ્હાઇટ હાઉસે પોતાની ચેનલ શરૂ કરી દીધી, નામ ટ્રમ્પ ટીવી
September 22, 2026 11:11 AMહડતાળની જાહેરાતથી સરકાર ચિંતિત, બેંક કર્મીઓને પૂછ્યું 5 દિવસનું શું પ્લાનિંગ?
September 22, 2026 11:04 AMઅમેરિકામાં આગ બુઝાવવા ગયેલું હેલિકોપ્ટર ક્રેશ, બંને પાઇલટના મોત
September 22, 2026 10:53 AMયુરોપના ચાર દેશોએ યુએનમાં કાયમી સભ્યપદ માટે ભારતનું સમર્થન કર્યું
September 22, 2026 10:48 AMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
