મશ્કરી... હાલારની ર૯૯ સરકારી શાળાને સાધનો, ખર્ચ માટે રૂ. ૫૦૦૦ ની ગ્રાન્ટ !

  • June 17, 2025 12:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હાલારની ૧ થી ૩૦ સંખ્યા ધરાવતી ર૯૯ સરકારી શાળાને સંયુક્ત શાળાની ગ્રાન્ટના પ૦ ટકા એટલે કે બે હપ્તા પેટે રૂ. પ૦૦૦ શાળા દીઠ ફાળવવામાં આવ્યા છે. ત્યારે આ ગ્રાન્ટમાંથી રમત ગમત અને જ્ઞાનવર્ધક સાધનો, વિજળી, ઇન્ટરનેટ, શિક્ષણ સહાય સહિત રીકરીંગ ખર્ચ કરવાની જોગવાઇ કરવામાં આવી છે. ત્યારે કારમી મોંઘવારીમાં આટલી નજીવી રકમમાં આ ખર્ચ કેવી રીતે કરવો અને તેનું આયોજન કેમ કરવું ? તે અંગે શાળાના આચાર્યો અને શિક્ષકો ભારે મુંઝવણમાં મુકાયા છે. સંયુક્ત શાળા ગ્રાન્ટની ફાળવવામાં આવેલી પ૦ ટકા રકમના વપરાશના હિસાબ, દસ્તાવેજ અને રેકર્ડ નિભાવવા ખાસ તાકીદ કરવામાં આવી છે.


જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની સરકારી શાળાઓની કમ્પોઝીટ સ્કૂલ ગ્રાન્ટ એટલે કે સંયુક્ત શાળા ગ્રાન્ટ વિવિધ કાર્યક્રમો માટે ફાળવવામાં આવે છે. ચાલુ વર્ષે આ ગ્રાન્ટના બે હપ્તા એટલે કે પ૦ ટકા ગ્રાન્ટ સરકારી શાળાઓને ફાળવવામાં આવી છે. આ ગ્રાન્ટ શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે ફાળવવામાં આવે છે. જેમાં ૧ થી ૩૦ વિદ્યાર્થીની સંખ્યા ધરાવતી સરકારી શાળાઓને વાર્ષિક ‚ા. ૧૦ હજારની ગ્રાન્ટ મળશે, જે પૈકી બે હપ્તા એટલે કે પ૦ ટકા લેખે ૧ થી ૩૦ વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી જામનગર શહેર જિલ્લાની ૧૩ર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની ૧૬૭ સરકારી શાળાને શાળા દીઠ રૂ. પ૦૦૦ ફાળવવામાં આવ્યા છે.


આ ગ્રાન્ટ ક્યાં હેતુ માટે વાપરવી અને તેમાંથી ક્યાં પ્રકારનો ખર્ચ કરવો તે માટે સમગ્ર શિક્ષાના સચિવે રાજ્ય સહિત જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના શિક્ષણાધિકારી, શાસનાધિકારી સહિતના અધિકારીઓના પરિપત્ર પાઠવ્યો છે. જેમાં આ ગ્રાન્ટમાંથી શાળાના બિન કાર્યકારી સાધનોને બદલવા માટે વાર્ષિક ધોરણે શાળાના સાધનો અને અન્ય પુનરાવર્તિત ખર્ચ કરવા જણાવાયું છે. 


જેમાં રમત સામગ્રી, બાળ ઉપયોગી જ્ઞાનવર્ધક સાધનો, રમત ગમતના સાધનો, પ્રયોગ શાળાઓ, વિજળી ખર્ચ, ઇન્ટરનેટ, પાણી, શિક્ષણ સહાય વિગેરે જેવા અન્ય રીકરીંગ ખર્ચ કરવા જણાવાયું છે.


તદ્દઉપરાંત હાલની શાળાના મકાન, શૌચાલય અને અન્ય સુવિધાઓની વાર્ષિક જાળવણી અને સામાન્ય મરામત માટે આ ગ્રાન્ટનો ઉપયોગ કરવા પણ તાકીદ કરાઇ છે, આટલું જ નહીં સંયુક્ત શાળા ગ્રાન્ટના ઓછામાં ઓછા ૧૦ ટકા ગ્રાન્ટનો ઉપયોગ શાળા સ્વચ્છતા એકશન પ્લાનને લગતી પ્રવૃતિમાં કરવા પણ સૂચના અપાઇ છે, અત્રે નોંધનીય છે કે  જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની ૧ થી ૩૦ સંખ્યા ધરાવતી કુલ ૨૯૯ સરકારી શાળાઓને કુલ ૧૦ હજાર વાર્ષિક ગ્રાન્ટમાંથી અડઘી એટલે કે રૂ. પ૦૦૦ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. મોંઘવારી દિન-પ્રતિદિન કૂદકેને ભૂસકે વધી રહી છે.


 ત્યારે આટલી નજીવી ગ્રાન્ટમાંથી રમત ગમત અને જ્ઞાનવર્ધક સાધનો, વિજળી, ઇન્ટરનેટ, અન્ય સુવિધાઓની વાર્ષિક જાળવણી અને મરામત ખર્ચ કેમ થઇ શકે ? તે સળગતો સવાલ શિક્ષકો અને આચાર્યોમાં ઉઠ્યો છે. આટલું જ નહીં, આટલી નજીવી વાર્ષિક ગ્રાન્ટમાં ખર્ચ અને અન્ય નવા સાધનોની ખરીદીનું આયોજન કેમ કરવું ? તે અંગે પણ શિક્ષકો અને આચાર્યો ભારે મુંઝવણ અનુભવી રહ્યા છે. 


જામનગર જિલ્લાની શાળાઓને રૂ. ર.૭ર કરોડ અને દ્વારકા જિલ્લાની શાળાને રૂ. ૧.૯ર કરોડની ગ્રાન્ટ મળશે

જામનગર જિલ્લાની ૭૦ર સરકારી શાળાઓને સંયુક્ત શાળાની વાર્ષિક કુલ રૂ. ર.૭ર કરોડની ગ્રાન્ટ મળશે જેમાં ૧ થી ૩૦ સંખ્યા ધરાવતી ૧૩ર શાળાઓને વાર્ષિક રૂ. ૧૦૦૦૦ લેખે ૧૩,ર૦,૦૦૦, ૩૧ થી ૧૦૦ સંખ્યા ધરાવતી ૧૮૭ શાળાઓને વાર્ષિક રૂ. રપ૦૦૦ લેખે ૪૬,૭પ,૦૦, ૧૦૧ થી રપ૦ છાત્રોની સંખ્યા ધરાવતી ૩૦૧ શાળાને પ૦૦૦૦ લેખે રૂ. ૧પ૦પ૦૦૦, ર૦૧ થી ૧૦૦૦ સંખ્યા ધરાવતી ૮૩ શાળાઓને ૭પ૦૦૦ લેખે રૂ. ૬રરપ૦૦ ની ગ્રાન્ટ મળશે.

આ જ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧ થી ૩૦ સંખ્યા ધરાવતી ૧૬૭ સરકારી શાળાને રૂ. ૧૦૦૦૦ વાર્ષિક લેખે રૂ. ૧૬૭૦૦૦, ૩૧ થી ૧૦૦ છાત્રોની સંખ્યા ધરાવતી ૧૭૯ સરકારી શાળાને વાર્ષિક રૂ. રપ૦૦૦ લેખે ૪૪૭પ૦૦, ૧૦૧ થી રપ૦ છાત્રોની સંખ્યા ધરાવતી ૧૮૬ સરકારી શાળાને વાર્ષિક રૂ. પ૦૦૦૦ લેખે રૂ. ૯૩૦૦૦૦, રપ૧ થી ૧૦૦૦ છાત્રોની સંખ્યા ધરાવતી ૪૮ શાળાને રૂ. ૭પ૦૦૦ લેખે રૂ. ૩૬૦૦૦૦ અને ૧૦૦૦ થી વધુ સંખ્યા ધરાવતી બે સરકારી શાળાને રૂ. ૧૦૦૦૦૦ લેખે રૂ. ર૦૦૦૦૦ ની ફાળવણી કરવામાં આવશે.


ગ્રાન્ટના યોગ્ય વપરાશની તાકીદ, અન્ય હેતુ માટે ખર્ચ કરવા મંજુરી લેવાની રહેશે

સંયુક્ત શાળા ગ્રાન્ટનો વપરાશ યોગ્ય રીતે થાય તે માટે સીઆરસી અને બીઆરસી કોર્ડીનેટરને મોનીટરીંગ કરવા તાકીદ કરવામાં આવી છે, આટલું જ નહીં આ ગ્રાન્ટ સરકારી શાળાએ જે તે હેડ મુજબ ફાળવેલ ગ્રાન્ટનો નિર્દિષ્ટ હેતુ પૂરતી માટે ખર્ચ થયો છે કે કેમ ? તેની ચકાસણી કરવાની રહેશે.

શાળાએ જે તે હેડની ગ્રાન્ટની અન્ય હેડના હેતુફેરના વપરાશ માટે સમગ્ર શિક્ષા કચેરીના સક્ષમ અધિકારીની પૂર્વ મંજુરીને આધીન આપેલી સૂચના મુજબ અમલવારી કરવાની રહેશે. જે પ્રવૃતિ માટે જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.

​​​​​​​તે ગ્રાન્ટની વાર્ષિક બજેટ મર્યાદા કરતા વધુ ખર્ચ ન થાય તેની આચાર્યોએ ખાસ તકેદારી રાખવાની રહેશે. આટલું જ નહીં ગ્રાન્ટ વપરાશના હિસાબો તથા તે અન્વયે નિભાવવા થતાં દસ્તાવેજ રેકર્ડો નાણાકીય નિયમ મુજબ નિભાવવના રહેશે.​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News