જામનગરમાં રિવોલ્વર, પિસ્ટલ અને તમંચા સાથે એક શખ્સ ઝડપાયો

  • August 22, 2026 12:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં રિવોલ્વર, પિસ્ટલ અને તમંચા સાથે એક શખ્સ ઝડપાયો

હથિયારો, કાર્ટીઝ, ખાલી મેગ્ઝીન, મોબાઇલ સહિતનો મુદામાલ કબ્જે કરતી એલસીબી : સપ્લાયર બિહારી શખ્સની સંડોવણી ખુલી

જામનગર શહેરમાં એલસીબીની ટુકડી દ્વારા પેટ્રોલીંગ દરમ્યાન મળેલી બાતમીના આધારે પરવાના વિનાની દેશી પિસ્ટલ, રિવોલ્વર, તમંચો અને કાર્ટીઝ સાથે બેઠક પાસે સોસાયટી વિસ્તારમાં રહેતા મુળ પોરબંદરના શખ્સને દબોચી લેવામાં આવ્યો હતો, તપાસ દરમ્યાન બિહારી શખ્સના નામ ખુલ્યા હતા જેથી તપાસનો ધમધમાટ આગળ ધપાવવામાં આવ્યો છે.

જામનગર જીલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈની, શહેર ડીવાયએસપી ઝાલાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ વી.બી. ચૌધરી અને પીએસઆઇ ભાટીયાની સુચના અનુસાર સ્ટાફ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો ત્યારે હથિયાર સબંધે બાતમી મળી હતી જેના આધારે દરોડો પાડીને શહેરના મહાપ્રભુજીની બેઠક પાસે સાલુપીરની દરગાહ પાછળ ખોડીયાર સોસાયટીમાં રહેતા મુળ પોરબંદરના યુનુસ ઇબ્રાહીમ મતવા નામના શખ્સને મકાનેથી લાયસન્સ પરવાના વિનાની દેશી બનાવટની એક પિસ્ટલ કિ. ૨૫ હજાર તથા એક રિવોલ્વર કિ. ૨૫ હજાર તેમજ ૧૦ હજારની કિંમતનો એક તમંચો તેમજ ૭ કાર્ટીઝ અને ખાલી એક મેગ્ઝીન તેમજ ૫ હજારની કિંમતો મોબાઇલ મળી કુલ ૬૫૭૦૦ના મુદામાલ સાથે દબોચી લીધો હતો.

આરોપી યુનુસ મતવાને હથિયાર સાથે પકડી પુછપરછ કરતા હથિયાર સપ્લાય કરનારના નામ સામે આવ્યા હતા, જેમાં પોરબંદરના મુળ બિહારના આરા જીલ્લાના જોખન યાદવ અને બિહારના સુશીલકુમાર શાહના નામ ખુલ્યા હતા જેને ફરાર જાહેર કરાયા છે. આમ પકડાયેલ અને ફરારી તથા તપાસમાં જે ખુલે એ તમામની સામે એલસીબીના હેડ કોન્સ મયુદીનભાઇ સૈયદ દ્વારા ફરીયાદ સીટી-એ ડીવીઝનમાં આર્મ્સ એકટ મુજબ નોંધાવવામાં આવી છે. જેની તપાસ સીટી-એ પોલીસને સોપવામાં આવી છે. ૩ દેશી બનાવટના હથિયારો અને કાર્ટીઝ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application