જામનગર જિલ્લાની સોયલ પ્રાથમિક શાળામાં CSR અંતર્ગત રૂ.5 લાખના ખર્ચે આધુનિક લાઇબ્રેરીનું લોકાર્પણ કરાયું

  • August 11, 2026 06:26 PM 

જામનગર જિલ્લાની સોયલ પ્રાથમિક શાળામાં CSR અંતર્ગત રૂ.5 લાખના ખર્ચે આધુનિક લાઇબ્રેરીનું લોકાર્પણ કરાયું

જામનગર તા.૧૧ ઓગસ્ટ, જામનગર જિલ્લામાં આવેલ સોયલ પ્રાથમિક શાળા ખાતે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) અંતર્ગત રૂ.5 લાખના ખર્ચે આધુનિક લાઇબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ લાઇબ્રેરી માટે આર્થિક સહયોગ રાજકોટ વાડીનાર ટોલવે પ્રાઇવેટ લિમિટેડ (સેકુરા ગ્રુપ કંપની) દ્વારા આપવામાં આવ્યો છે.

લાઇબ્રેરીના લોકાર્પણ પ્રસંગે  વૈભવ ભંડારી, મોહન કોલ્લી, ધવલ વ્યાસ તથા તેજસ ભિંડી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

નવી લાઇબ્રેરીના નિર્માણથી વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યેની રુચિ વધશે તેમજ તેમના જ્ઞાન અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન મળશે. શાળા પરિવાર દ્વારા દાતા સંસ્થા અને ઉપસ્થિત મહાનુભાવોના સહયોગ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application