દ્વારકાની રેસ્ટોરન્ટમાં ફુડ શાખાના દરોડા

  • October 31, 2026 01:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકાની રેસ્ટોરન્ટમાં ફુડ શાખાના દરોડા

તહેવાર પૂર્વે એક હોટેલમાંથી ૩૦.૫ કિલો અખાદ્ય જથ્થાનો કરાયો નાશ

દિવાળીના તહેવારો દરમિયાન નાગરિકો અને યાત્રિકોને સ્વચ્છ, સુરક્ષિત તથા ગુણવત્તાયુક્ત ખાદ્યચીજ વસ્તુઓ મળી રહે તે હેતુથી દ્વારકાના ગોમતી ઘાટ વિસ્તારમાં આવેલી હોટેલ માધવ ખાતે વહીવટી તંત્ર અને ખોરાક-ઔષધ નિયમન તંત્ર દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી હતી.

દ્વારકાના  તથા જામનગરના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન હોટેલમાં સ્વચ્છતાના અભાવ સહિતની ગંભીર ક્ષતિઓ સામે આવી હતી. તપાસમાં હોટેલની અંદર અસ્વચ્છ વાતાવરણ જોવા મળ્યું હતું, જ્યારે કેટલીક ખાદ્યવસ્તુઓનો પણ યોગ્ય પદ્ધતિથી સંગ્રહ કરવામાં આવ્યો ન હોવાનું જણાયું હતું.

આ તપાસ દરમિયાન આરોગ્ય માટે અયોગ્ય જણાયેલી કુલ ૩૦.૫ કિલોગ્રામ ખાદ્યચીજવસ્તુઓ, જેની અંદાજિત કિંમત રૂ. ૧,૮૨૫ થાય છે, તેનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સ્વચ્છતા અને આરોગ્યલક્ષી નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું જણાતાં દ્વારકા નગરપાલિકા દ્વારા હોટેલ સંચાલકોને રૂ. ૨,૫૦૦નો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.

તપાસની કામગીરી દરમિયાન દ્વારા હોટેલમાંથી કુલ ૦૩ ખાદ્યપદાર્થોના નમૂના કાયદેસરની તપાસ માટે લેવામાં આવ્યા હતા. હોટેલમાં જોવા મળેલી વિવિધ ક્ષતિઓ અને નિયમોના ભંગને ધ્યાનમાં રાખીને સંબંધિતોને પાઠવવા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના સમક્ષ ભલામણ કરવામાં આવી છે.

લેબોરેટરીમાંથી નમૂનાઓના અહેવાલો પ્રાપ્ત થયા બાદ તેમાં કોઈ ગેરરીતિ કે નિયમભંગ સામે આવશે તો, કલમ-૨૦૦૬ હેઠળ જવાબદારો સામે વધુ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. દિવાળીના તહેવારો દરમિયાન ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા જળવાય તેમજ નાગરિકો અને યાત્રિકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે ખોરાક અને ઔષધ નિયમન વિભાગ દ્વારા ચેકિંગની કામગીરી વધુ સઘન બનાવવામાં આવી છે. આગામી દિવસોમાં પણ આવી તપાસ અને કાયદાકીય કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application