જામનગર શહેર-જિલ્લામાં વરસાદે લીધો વિરામ: જિલ્લાનો સરેરાશ વરસાદ ૮.૩૮ ઇંચ
૨૪ કલાકમાં હાલારભરમાં કયાંય ઝાપટુ પણ નહીં: ઓગસ્ટ પર મીટ મંડાઈ, ખેડૂતો અને શહેરીજનોમાં ચિંતા
જામનગર શહેર અને જિલ્લામાં જુલાઈ માસ દરમિયાન વરસાદની નોંધપાત્ર ઘટ રહેતાં હવે સૌની નજર ઓગસ્ટ માસ પર મંડાઈ છે. છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ હોવા છતાં શહેર અને જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં એક છાંટો પણ નોંધાયો નથી. પરિણામે ખેડૂતો, શહેરીજનો અને પશુપાલકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
હાલની સ્થિતિએ જિલ્લામાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ માત્ર ૨૧૩.૧૭ મીલીમીટર (૮.૩૮ ઇંચ) નોંધાયો છે, જે સામાન્ય વરસાદની સરખામણીએ ઘણો ઓછો છે. વરસાદના અભાવે જિલ્લાના નદી-નાળા, વોંકળા અને જળાશયોમાં નવા પાણીની નોંધપાત્ર આવક થઈ નથી. મોટા ભાગના ડેમો અને ચેકડેમોમાં પણ પૂરતો જળસંગ્રહ થયો નથી, જેના કારણે આગામી દિવસોમાં પીવાના પાણી અને સિંચાઈ અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ અત્યાર સુધી પડેલો વરસાદ ઉભા પાક માટે જીવતદાનરૂપ સાબિત થયો છે, પરંતુ ખેતીને પૂરતો આધાર મળે તેમજ જળાશયો ભરાય તે માટે હવે ઓગસ્ટ મહિનામાં વ્યાપક અને સારો વરસાદ અનિવાર્ય બન્યો છે. જો ઓગસ્ટ માસ દરમિયાન પણ મેઘરાજા મહેર ન કરે તો જિલ્લામાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાવાની શક્યતાને નકારી શકાય તેમ નથી.
અત્યાર સુધીમાં જામનગર શહેરમાં ૧૬૬.૧ મીલીમીટર (૬.૫૭ ઇંચ), જોડિયામાં ૨૨૫ મીલીમીટર (૮.૮૫ ઇંચ), ધ્રોલમાં ૨૧૩ મીલીમીટર (૮.૩૮ ઇંચ), કાલાવડમાં ૨૩૫ મીલીમીટર (૯.૨૫ ઇંચ), લાલપુરમાં ૧૫૧.૪ મીલીમીટર (૫.૯૬ ઇંચ) અને જામજોધપુરમાં ૨૯૫ મીલીમીટર (૧૧.૬૧ ઇંચ) વરસાદ નોંધાયો છે.
છેલ્લા ૨૪ કલાક દરમિયાન જિલ્લાના ૩૨ પીએચસી વિસ્તારમાં નોંધાયેલા વરસાદમાં એકમાત્ર પડાણામાં બે મીમી વરસાદ નોંધાયો હતો તે સિવાય અન્ય તમામ સ્થળોએ મેઘરાજાએ સંપૂર્ણપણે વિરામ રાખ્યો છે. ખેડૂતો સહિતના શહેરીજનો હજુ પણ ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરાજકોટ માર્કેટ યાર્ડમાં જન્માષ્ટમીનું વેકેશન જાહેર, છ દિવસ રજા જાહેર
August 24, 2026 03:44 PMજિલ્લા પંચાયતની કારોબારી સમિતિમાં રૂ.૩૯.૬૩ કરોડના ૪૩ કામોને મંજૂરી
August 24, 2026 03:20 PMડુંગળીના ભાવ કાબૂમાં લેવા સરકાર આજથી ‘કાંદા એક્સપ્રેસ’ દોડાવશે, એક વર્ષમાં ભાવ 45 ટકા વધ્યા
August 24, 2026 03:18 PMલોકમેળાની તૈયારી સંદર્ભે આજે કલેક્ટરના અધ્યક્ષસ્થાને રિવ્યૂ મિટિંગ યોજાશે
August 24, 2026 03:17 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
