દેવભૂમિ દ્વારકા​​​​​​​: ઔદ્યોગીક તાલીમ સંસ્થા, જામખંભાળિયા ખાતે આવતીકાલે તા.૧૩ ઓગસ્ટના રોજ ભરતીમેળો યોજાશે

  • August 12, 2026 09:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા​​​​​​​: ઔદ્યોગીક તાલીમ સંસ્થા, જામખંભાળિયા ખાતે આવતીકાલે તા.૧૩ ઓગસ્ટના રોજ ભરતીમેળો યોજાશે

જિલ્લા રોજગાર કચેરી દેવભૂમિ દ્વારકા દ્વારા તા.૧૩/૦૮/૨૦૨૬ના સવારે ૧૦.૩૦ કલાકે ઔદ્યોગિક તાલીમ સંસ્થા, જામખંભાળિયા ખાતે નોકરીદાતાઓ તથા રોજગાર ઈચ્છુક વચ્ચે સેતુરૂપ ભરતી મેળો યોજાશે. ખાનગી કંપનીના નોકરી દાતાઓને ખાલી જગ્યાઓ માટે માનવ બળની જરૂરિયાત હોય, જે અંતર્ગત ઈચ્છા ધરાવતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઉમેદવારોએ સ્વખર્ચે હાજર રહેવા જિલ્લા રોજગાર કચેરી દ્વારા જણાવાયું છે. 

જોબફેરમાં જુદી-જુદી કંપનીઓના નોકરીદાતાઓ ઉપસ્થિત રહેશે અને એસ.એસ. સી., બી.સી.એ., એસ.સી.એ. જેવી લાયકાત ધરાવતા ઉમેદવારો માટે સોફ્ટ સ્કિલ્સ, બ્યુટી અને ccc, teli ટ્રેનર, બ્યૂટિશ્યન, સેલ્સ ગ્લસ, વીમા હેલ્પર, રીગર શિક્ષક, જેવી જગ્યાઓ માટે જોબફેરનું આયોજન કરવામાં આવેલ છે. આ એક ઓપન જોબફેર હોય, કોલ લેટર ન મળેલ હોય તેવા અથવા રોજગાર કચેરીમાં નામ નોંધણી ન કરાવેલ હોય તેવા ઉમેદવારો પણ સ્વખર્ચે આ જોબફેરમાં હાજર રહી શકાશે તેમ રોજગાર અધિકારી, દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application