જામનગર શહેર-જીલ્લા શ્રાવણીયા જુગારની જમાવટ : મહિલા સહિત ૬૮ની અટક
અલગ અલગ ૧૦ સ્થળે દરોડા : મંગલધામ સોસાયટી, ઠેબા, ગોકુલનગર, શ્યામગ્રીન ટાઉનશીપ, સિકકા, રામવાડી, પુનીતનગર, મેટીયા જેવા સ્થળોએ પોલીસ પ્રગટી
જામનગર શહેર-જીલ્લામાં શ્રાવણીયા જુગાર અંગે દરોડા યથાવત રહયા છે, જુદા જુદા દસ સ્થળોએ દરોડા પાડીને તિનપતીનો જુગાર રમતા મહિલાઓ સહિત ૬૮ની અટકાયત કરાઇ છે, રોકડ અને સાહિત્ય જપ્ત કરવામાં આવ્યુ હતું, શહેરના મંગલધામ સોસાયટી, ઠેબા, ગોકુલનગર, શ્યામગ્રીન ટાઉનશીપ, પુનીતનગર, સિકકા, જાખર, જામજોધપુરના રામવાડી જેવા વિસ્તારોમાં પોલીસે દરોડા પાડયા હતા. આ દરોડા દરમ્યાન મહિલાઓ ઉપરાંત વકીલ, ખેતી કરનારા અને રીક્ષા ડ્રાઇવર તેમજ વેપારી ઝપટે ચડયા હતા.
જામનગરના રણજીતસાગર રોડ મંગલધામ સોસાયટી-૨ સ્ટ્રીટલાઇટના અંજવાળે તિનપતીનો જુગાર રમતા મંગલધામ સોસાયટીના મહેશ ધીરુ ગંઢા, પ્રવિણ રામજી ધૈયડા, અંધાશ્રમ આવાસના કેશુ લાખા રાણાવાયા, મંગલધામના હિતેશ પ્રવિણ ધૈયડા, કનૈયાપાર્કના રાજેશ વાલજી વાઘેલા, મંગલધામ સોસાયટીમાં રહેતા વકીલાત કરતા મહેકરાજસિંહ ઉર્ફે મયંકરાજસિંહ મનોજસિંહ ભટ્ટી, સોમા ડાયા ચાવડા અને કાનજી જેઠા કંટાલીયા નામના ઇસમોને સીટી-એ ડીવીઝને દરોડા દરમ્યાન રોકડા ૨૧૬૦૦ અને ગંજીપતા સાથે દબોચી લીધા હતા.
બીજા દરોડામાં પુનીતનગરમાં તિનપતીનો જુગાર રમતા વિજયસિંહ જશુભા ચાવડા, વિરેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ ધીરુભા રાયજાદા, મેહુલપાર્કના રોહીત વિનોદ બાંભણીયાને રોકડા ૧૦૨૦૦ અને ગંજીપતા સાથે સીટી-બી પોલીસે પકડી લીધા હતા તેમજ શ્યામગ્રીન ટાઉનશીપમાં તિનપતીનો જુગાર રમતા શાક માર્કેટ પાસે રહેતા ભાર્ગવ ભરત જેઠવા, શ્યામ ટાઉનશીપના અજય ભભુતગીરી ગોસ્વામી, જયદીપ મનહરગીરી ગોસાઇ, તેજસ જયેશ આસાવાર, કમલેશગીરી મનહરગીરી ગોસાઇ, જયદીપ સુનિલ ચૌહાણ, અજય ગોવિંદ રાઠોડ નામના શખ્સોને રોકડા ૧૨૫૩૦ અને ગંજીપતા સાથે પકડી લીધા હતા.
અન્ય દરોડામાં ગોકુલનગર પાણાખાણમાં તિનપતીનો જુગાર રમતા પાણાખાણના મુકેશ મગન ઠાકોર, ગોકુલનગરના હિતેશ અમૃત કુકવાયા, યુપીના રાહુલ તિતઇલાલ રેદાસ, ગોકુલનગરના રાહુલ નવીન અઘેરા, રમેશ બચુ વરસડા અને ચેતન શાંતીલાલ રાઠોડને રોકડા ૧૬૨૦૦ અને ગંજીપતા સાથે સીટી-સી પોલીસે દબોચી લીધા હતા, ઠેબા ગામ આઇઓસીની પાછળ વાડીના શેડે તિનપતીનો જુગાર રમતા બેઠક પાસે આરાધના ગ્રીન્સ સોસાયટીમાં રહેતા વેપારી રવજી મુળજી કણઝાર, ખેતી કરતા અશોક ડાયાલાલ નકુમ, રાજમોતી સોસાયટીની બાજુમાં રહેતા મુકેશ લાલજી પરમાર, આરાધના રેસીડેન્સીના હસમુખ રામજી પરમાર, અમિત કાનજી પરમાર અને રાજમોતી ટાઉનશીપમાં રહેતા ખેતી કરતા હિતેશ કિશોર કટેશીયા નામના શખ્સો રોકડા ૭૦૧૫૦ સાથે પંચ-એ પોલીસે પકડી લીધા હતા. આ ઉપરાંત ઠેબા ગામ ખારા વિસ્તારમાં તિનપતીનો જુગાર રમતા ખાણ વિસ્તારમાં રહેતા સુનિલ ખીમદાસ સોલંકી, નાની ભલસાણના અમરદાસ શિવરામ પરમાર, સિકકાના શબીર સલીમ સુભાણીયા, સિકકા પંચવટી સોસાયટીના વેપારી દિપેશ ભરત ચંદારાણા, ખારી વિસ્તારના જગદીશ ઉર્ફે લાલો ખેતા વાઘેલા, પંચવટી સોસાયટીના સરોજબા વિજયસિંહ જાડેજા અને કિંજલબેન દિપેશ ચંદારાણાની અટક કરી રોકડા ૩૩૨૫૦ અને ગંજીપતા જપ્ત કર્યા હતા.
આ ઉપરાંત સિકકા ભગવતી સોસાયટી વિસ્તાર, વૃંદાવન સોસાયટીમાં તિનપતીનો જુગાર રમતા સિકકા માતીનગરના અજયસિંહ ગંભીરસિંહ જાડેજા, ભગવતી સોસાયટીના મયુરસિંહ ભરતસિંહ ગોહિલ, ગોકુલપુરીના મનજી દેવજી પડાયા, માતીનગરના બાબુ લખુ પરમાર, ગોકુલપુરીના કેતન દિનેશ પરમાર, વૃંદાવન સોસાયટીના કિશન અમૃત પરમાર, ચિરાગ નરેશ પરમાર, ભગવતી સોસાયટીના જયદીપ ભરત પુરબીયાને રોકડા ૨૨૩૦૦ અને ગંજીપતા સાથે દબોચી લીધા હતા.
કાલાવડના મેટીયા ગામમાં તિનપતીનો જુગાર રમતા ખરેડીના રીક્ષા ડ્રાઇવર રહીમ બોદુ દલ, ભગા રાણા કોઠીયા, નરેશ શિવા બથવાર, મેટીયાના ખેતી કરતા દશરથસિંહ કિરીટસિંહ જાડેજા, કાના ઘોઘા માટીયાને રોકડા ૧૧૧૨૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા, જયારે જામજોધપુરના રામવાડી જુના એપાર્ટમેન્ટવાળી શેરીમાં સિતાપુંજ સોસાયટી ખાતે જુગાર રમતા મમતાબેન પિયુષ ભુવા, તુલશીપાર્કના અલ્કાબેન વિનોદ શાપરીયા, રામવાડીના ચંદ્રીકાબેન કમલેશ ભાલોડીયા, ઇલાબેન પ્રવિણ કણસાગરા, અસ્મીતાબેન વજુ શાપરીયા, કિંજલબેન પિનલ ખાંટ, અમિતાબેન ચંદુ શાપરીયા, મંજુલાબેન રમેશ સીતાપરા, રેણુકાબેન કૌશિક પટેલ, મંજુબેન પ્રવિણ પટેલ, નિર્મળાબેન જીતેન્દ્ર પટેલ, ઇલાબેન વલ્લભ ઘરસંડીયા (રહે. બધા રામવાડી વિસ્તાર)ને અટક કરી રોકડા ૧૨૬૪૦ અને ગંજીપતા જપ્ત કરવામાં આવ્યા હતા.
અન્ય દરોડામાં અન્ય દરોડામાં જાખર ગામ જાહેરમાં તિનપતીનો જુગાર રમતા જામનગર મેહુલનગર એક્ષચેન્જ રોડ શિવ એવન્યુ ગલીમાં રહેતા વિશાલ ખીમજી પુરોહીત, જાખરના હરપાલસિંહ ઉર્ફે કારીયો બળવંતસિંહ જાડેજા, શાપરના લખુ હીરા પરમાર, જાખરના હરદેવસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા, શાપરના પ્રકાશગીરી કરશનગીરી મેઘનાથીની અટક કરી રોકડા ૨૬૪૦૦ અને ગંજીફો જપ્ત કર્યો હતો જયારે જાખર ગામના અશોકસિંહ ભીખુભા ચુડાસમા અને સહદેવસિંહ ઉર્ફે સવુભા ગોહિલ ફરાર થઇ ગયા હતા.