જામનગરના પુર્વ ડે-મેયરની બાઇક સળગાવી નાખી
સમાજમાંથી લોન આપવાના મુદે ગુલાબનગરનો શખ્સ વિફર્યો : પોલીસ ફરીયાદ
જામનગરના પુર્વ ડેપ્યુટી મેયરની મોટરસાયકલ સળગાવી નાખ્યાની ગુલાબનગરના એક શખ્સ સામે ફરીયાદ કરવામાં આવી છે, જેના કારણે ચકચાર મચી ગઇ છે, સમાજમાંથી લોન આપવાની વાત કરી હતી જો કે કોઇ લોન આપતા નથી એ બાબતે મનદુ:ખ થતા આ બનાવ બન્યાનું ફરીયાદમાં જણાવાયુ છે.
જામનગરના ગુલાબનગર બજરંગ ચોક ખાતે રહેતા હાલ ક્ધસ્ટ્રકશનના ધંધાર્થી અને પુર્વ ડે. મેયર તપન જશરાજભાઇ પરમાર (ઉ.વ.૩૬)એ ગઇકાલે સીટી-બી ડીવીઝનમાં ગુલાબનગર સરસ્વતી સ્કુલવાળી શેરીમાં રહેતા મેહુલ ડોલરભાઇ પરમારની વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી.
જેમાં જણાવ્યુ હતું કે ફરીયાદી તપનભાઇ પાસે આરોપી મેહુલે ૪૦ લાખની લોન સમાજમાંથી આપે તેવી વાત કરી હતી, જો કે ફરીયાદીએ ના પાડેલ કે સમાજમાં આવી કોઇ લોન આપતા નથી જે બાબતનો ખાર રાખીને ફરીયાદીને ધમકી આપી હતી કે, હું તને જોઇ લઇશ.
દરમ્યાનમાં ગઇકાલે ઘર પાસે પાર્ક કરેલી ફરીયાદીની મોટરસાયકલ નં. જીજે૧૦બીબી-૨૫૫૨ માં આરોપીએ કોઇ જવનશીલ પદાર્થ છાંટી આગ લગાડી દેતા બાઇક સળગી ગયુ હતું અને અંદાજે ૧૫ હજારનું નુકશાન થયુ હતું, ફરીયાદ અનુસંધાને પોલીસે તપાસ હાથ ધરી હતી. સ્થળ પરના આજુબાજુના સીસી ફુટેજ ચેક કરાયા હતા અને કાર્યવાહી આગળ ધપાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરાજકોટ ડિવિઝનમાં ડબલિંગ કામગીરીના કારણે 4 નવેમ્બર સુધી રેલ વ્યવહાર પ્રભાવિત રહેશે
October 24, 2026 01:51 PMસુરત નવી સિવિલ હોસ્પિટલમાં આગ લાગતા દર્દીઓમાં અફરાતફરી મચી, ફાયરની 9 ગાડી દોડી
October 24, 2026 01:40 PMમોરબીના સિરામિક ઉદ્યોગની માઠીઃ પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટન રૂ.7300નો વધારો
October 24, 2026 01:23 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
