જામનગરમાં ગેરકાયદે ૧૫૦ વધુ બોર્ડ અને કિયોસ્ક લાગી ગયા, મનપા ઉંઘતી રહી..!
એસ્ટેટ શાખાને રહી રહીને જાણ થતાં જાહેર સ્થળો પરના અનઅધિકૃત બોર્ડ દૂર કરાયા
નાણાં ભરપાઇ કર્યા વગર અધધ..બોર્ડ કોની મીઠીનજર કે મીલીભગતથી લાગ્યા તે તપાસનો વિષય
જામનગરમાં જુદા જુદા માર્ગો અને સ્થળો પર ૧૫૦ થી વધુ બોર્ડ અને કીયોસ્ક ગેરકાયદે રીતે મૂકવામાં આવ્યા હતાં. આમ છતાં મહાનગરપાલીકા ઉંઘતી રહી હતી. જો કે, બોર્ડ લગ્યાના થોડા દીવસો બાદ એસ્ટેટ શાખાને જાણ થતાં જાહેર સ્થળો પરના બોર્ડ દૂર કરાયા હતાં. પરંતુ મનપામાં નાણાં ભરપાઇ કર્યા વગર અધધ..બોર્ડ મીઠીનજર કે મીલીભગતથી લાગ્યા તે તપાસનો વિષય બન્યો છે.
જામનગર મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખાની ટીમ દ્વારા શહેરમાં વિવિધ સ્થળોએ તપાસ અને કામગીરી હાથ ધરી જાહેર સ્થળો તથા સ્ટ્રીટલાઇટના પોલ પર કોઈપણ પ્રકારની મંજૂરી વિના લગાવવામાં આવેલાં બોર્ડ અને કિયોસ્ક દૂર કરવાની કામગીરી અચાનક શ કરવામાં આવી છે. કારણ કે, આ બોર્ડ એક દીવસમાં ન લાગ્યા હોય તે સ્વાભાવિક છે. બોર્ડ લાગ્યાના થોડા દીવસો બાદ મનપાને જ્ઞાન થયું કે આ બોર્ડ તો મંજૂરી વગર લાગ્યા છે. આ કામગીરી અંતર્ગત અત્યાર સુધીમાં ૧૫૦થી વધુ બિનઅધિકૃત બોર્ડ અને કિયોસ્ક ઉતારી લેવામાં આવ્યાં છે. નવાઇની વાત તો એ છે કે, એકપણ બોર્ડના નિયમ મુજબ નાણાં ભરપાઇ કરવામાં ન આવ્યાનુંં જાણવા મળ્યું છે. મંજૂરી વિના લગાવવામાં આવેલાં બોર્ડ અને કિયોસ્ક ઉતારી લીધા બાદ મનપામાં રાખવામાં આવ્યા છે. ત્યારે આ બોર્ડ કોની મીલીભગત અને મીઠીનજર હેઠળ લાગ્યા અને આટલા દીવસ સુધી રહ્યા તે તપાસનો વિષય બન્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆજકાલ થનગનાટ રજવાડી રાસોત્સવમાં રંગત જામી
October 17, 2026 05:39 PMજામનગરમાં દુષ્કર્મના કેસમાં આરોપીને ૧૦ વર્ષની સખત કેદ
October 17, 2026 04:43 PMજામનગર: ઇન્ટર-હાઉસ ક્રોસ-કન્ટ્રી ચેમ્પિયનશિપ ૨૦૨૬-૨૭માં 'સરદાર પટેલ હાઉસ' વિજેતા
October 17, 2026 03:43 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
