જામનગર: કાનાલુસમાં ગાંજાના જથ્થા સાથે ૩ પરપ્રાંતીય ઝડપાયા
૧.૭૯૫ કિ.ગ્રા. માદક પદાર્થ સહિત એક લાખથી વધુનો મુદામાલ કબ્જે લેતી મેઘપર પોલીસ : ઓડીસાના શખ્સની સંડોવણી
કાનાલુસ ગામમાં એક ઓરડીમાંથી બાતમીના આધારે મેઘપર પડાણા પોલીસે ગાંજાના જથ્થા સાથે ૩ પરપ્રાંતીય શખ્સોને પકડી લીધા છે એક લાખથી વધુનો મુદામાલ કબ્જે કરાયો છે, તપાસ દરમ્યાન ઓડીસાના શખ્સની સંડોવણી સામે આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ખાવડી, જોગવડ, રામદુતનગર જેવા વિસ્તારોમાં ડ્રગ્સ સાથે પંજાબી શખ્સો ઝડપાયા હતા, મેઘપર અને એસઓજીની ટીમ દ્વારા આ દરોડા પાડવામાં આવ્યા હતા, દરમ્યાનમાં વધુ એક એનડીપીએસ હેઠળ ગુનો દાખલ થયો છે.
રેન્જ આઇજી નિર્લિપ્ત રાય તથા જામનગર જીલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈની દ્વારા નશીલા પદાર્થના વેપાર, સેવન અને જીલ્લામાં આવી નશાખોરીની ગેરકાયદે પ્રવૃતી રોકવા સુચના કરેલ હોય જેથી ગ્રામ્ય ડીવાયએસપી પિયુષ વાંદાના માર્ગદર્શન હેઠળ મેઘપર પડાણાના પીઆઇ એ.એલ. બારસીયાની રાહબરી હેઠળ સ્ટાફ મેઘપર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, એ દરમ્યાન હેડ કોન્સ. લાખનસિંહ, ધર્મેન્દ્રસિંહને ખાનગી રાહે સંયુકત બાતમી મળેલ કે અજીતસિંહ વેદપ્રકાશ અને વિશાલગીરી નામના શખ્સો કાનાલુસ ગામમાં પોસ્ટ ઓફીસની આગળની સીમમાં ભાડાની ઓરડીઓ પૈકી ઓરડી નં. ૪ જેમાં અજીતસિંહ, ભાડેથી રહે છે તે અહી ગાંજાના જથ્થા સાથે હાજર છે અને ત્રણેય મળી ગાંજાનું વેચાણ કરવાની પેરવીમાં છે.
આ હકીકતના આધારે મેઘપર પોલીસે દરોડો પાડીને હાલ કાનાલુસ મુળ ઉત્તરપ્રદેશના કનોજ જીલ્લાના અલમાપુર ગામના વતની અજીતસિંહ સુરેન્દ્રસિંહ યાદવ, હાલ કાનાલુસ સીમ એલસી-૮ લેબર કોલોની બ્લોક ૧૦ ખાતે રહેતા મુળ યુપીના ગોરખપુરના કૃષ્ણનગર કોલોની દેવરીયાના વતની વેદપ્રકાશ પ્રમોદકુમાર મિશ્રા અને મુળ બિહારના ગોપાલગંજના પીપરાખાસ ગામના વતની અને હાલ લેબર કોલોની બ્લોક ૧૦ ખાતે રહેતા વિશાલકુમાર સુરેન્દ્રગીરીને પકડી લીધા હતા તેની પાસેથી ૧ કીલો ૭૯૫ ગ્રામ કિ. ૮૯૭૫૦નો ગાંજાનો જથ્થો તથા ૩ ફોન મળી કુલ ૧.૦૪૭૫૦નો મુદામાલ કબ્જે કર્યો હતો.
તપાસ દરમ્યાન ઓડીસાના અરૂણકુમાર બહેરાએ આ ગાંજાનો જથ્થો મોકલી અરૂણકુમારનો માણસ અજાણ્યો શખ્સ આ ગાંજો આપી ગયો હતો આ બંનેને ફરાર જાહેર કરવામાં આવ્યા છે. કુલ પાંચની સામે મેઘપર પડાણા પોલીસમાં એએસઆઇ મહિપાલસિંહ દ્વારા જાતે ફરીયાદી બની એનડીપીએસ એકટ હેઠળ ગુનો દાખલ કરાવી તપાસ આગળ ધપાવી છે.
તાજેતરમાં જ હેરોઇનનો જથ્થો ઝડપાયો હતો એ અગાઉ પણ ડ્રગ્સ મળી આવ્યુ હતું, દરમ્યાનમાં ગાંજો પકડવામાં મેઘપર પોલીસને સફળતા મળી છે પકડાયેલા ત્રણેય શખ્સોની વધુ પુછપરછ કરવા માટે રીમાન્ડ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અગાઉ પકડાયેલા ડ્રગ્સમાં પંજાબ કનેકશન સામે આવ્યુ હતું આ વખતે પકડાયેલાઓમાં બે યુપીના, એક બિહારનો અને ગાંજો મોકલનાર ઓડીસના શખ્સનો સમાવેશ થાય છે આમ પરપ્રાંતીય શખ્સો દ્વારા મેઘપર પડાણા વિસ્તારમાં ડ્રગ્સ અને માદક પદાર્થ ઘુસાડી વેચાણ કરવામાં આવતુ હોવાનું સામે આવ્યુ છે આથી તપાસનો ધમધમાટ આદરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationએશિયન ગેમ્સમાં આજે ભારતને ક્રિકેટ, શૂટિંગમાં ગોલ્ડ મેડલની પૂરી આશા
September 22, 2026 11:33 AMજામનગર: ભૂગર્ભ ગટર / ખાળકૂવાની સફાઈ માટે સફાઈ કામદારોને ઊંડે સુધી ઉતારવા પર પ્રતિબંધ
September 22, 2026 11:25 AMટીવી ચેનલો કોર્ટ સુધી પહોંચી, તો વ્હાઇટ હાઉસે પોતાની ચેનલ શરૂ કરી દીધી, નામ ટ્રમ્પ ટીવી
September 22, 2026 11:11 AMહડતાળની જાહેરાતથી સરકાર ચિંતિત, બેંક કર્મીઓને પૂછ્યું 5 દિવસનું શું પ્લાનિંગ?
September 22, 2026 11:04 AMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
