જામનગર: હાપા સહિતના હાલારના રેલ્વે સ્ટેશનોના નવીનીકરણ કાર્યોનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સાંસદ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમૃત ભારત રેલ્વે સ્ટેશન ના સ્વપ્નને સાકાર કરતા આજે દેશભરમાં 103 જેટલા રેલ્વે સ્ટેશનનોના નવીનીકરણ કાર્યોનું વર્ચ્યુઅલ લોકાર્પણ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું છે, ત્યારે જામનગર જિલ્લામાં પણ હાપા, જામવણથલી, કાનાલુસ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓખા સહિતના સ્ટેશનોના નવીનીકરણ કાર્યોનું વર્ચ્યુઅલ લોકાર્પણ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું
જામનગરના હાપા રેલવે સ્ટેશન ખાતે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી તથા મેયર વિનોદભાઈ ખીમસુરીયા સહિતના મહાનગરપાલિકાના પદાધિકારીઓ, ભાજપના આગેવાનો અને રેલવે વિભાગના અધિકારીઓ તેમજ શહેરીજનો મોટી સંખ્યામાં આ લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
જ્યારે હાપા રેલવે સ્ટેશન ખાતે કરોડોના ખર્ચે કરવામાં આવેલ નવીનીકરણ કાર્યમાં અનેક નવીનતમ સુવિધાઓ મુસાફરોને મળતા મુસાફરોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે.