BREAKING NEWS

રાજકોટમાં વીજળી ગુલની 1000 ફરિયાદો: 22 ફીડરો બંધ કરવા પડ્યા

  • March 20, 2026 03:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગઈકાલે બપોરે ગાજવીજ અને ભારે તોફાની પવન સાથે આવેલ કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે શહેરમાં વીજ થાંભલા અને વીજ તારને તેમજ ટ્રાન્સફોર્મર ને નુકસાન થવાને કારણે વીજળી ગુલ થયાની 1,000 જેટલી ફરિયાદો પીજીવીસીએલ કસ્ટમર કેર સેન્ટરમાં નોંધાઈ હતી.


ગઈકાલે તોફાની કમોસમી વરસાદને કારણે વિવિધ ફોલ્ટ સેન્ટરમાં 1000 જેટલી કમ્પ્લેન નોંધાતા પીજીવીસીએલ તંત્ર દ્વારા 22 જેટલા ફીડરો બંધ કરીને ટેકનિકલ ટુકડીઓ દ્વારા વીજ સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું.


જેમાં શહેરની મધ્યમાં આવેલા નવદુર્ગા ફીડર, થોરાળા સત્યમ પાર્ક વનરાજ ધારેશ્વર નંદા હોલ આમ્રપાલી ઇન્કમટેક્સ રવિ રત્ન સેન્ટ્રલ જેલ ધરમ નગર રણુજા મુરલીધર આગમન શિવમ સાંઈબાબા અવધ કટારીયા અર્જુન અને આલાપ વગેરે ફીડરો બંધ કરીને તમારા કામ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application