રાજકોટના ઇતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલિશન જંગલેશ્વર માંથી ગુનાખોરી નું જંગલ બનાવી દેનાર કુખ્યાત હિસ્ટ્રીસિટરોના પાપે અમુક નાના અને ગરીબ પરિવારોને પણ ડિમોલેશનનો ભોગ બનવાનું પરિણામ ભોગવવું પડ્યું છે ત્યારે આ વિસ્તારમાં દરેક પ્રકારના બે નંબરના ધંધાઓ કરી કરોડો રૂપિયાના બંગલા ઉભા કરી ગેરકાયદેસર ઓરડીઓ ભાડે આપી કરોડોની કાળી કમાણી ભેગી કરનાર આ વિસ્તારની કુખ્યાત મહિલા પેડલર સહિતના ૧૧ જેટલા હિસ્ટ્રીસિટરોની ૧૦૯ જેટલી મિલકતો ઉપર બુલડોઝર ફેરવી ધ્વસ્થ કરાયાનું સામે આવ્યું છે.
રાજકોટના જંગલેશ્વરમાં ગઈકાલથી શરૂ થયેલા મેગા ડિમોલિશન માં આજે બપોરે 1:00 વાગ્યા સુધીમાં અંદાજે 1309 જેટલા ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે ત્યારે અમુક ચોકાવનારી હકીકતો સામે આવી છે જે અંગે ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાએ વિગતો આપતા જણાવ્યું હતું.
જેમાં આ ડિમોલિશન મા આ વિસ્તારને ગુનાખોરી નું હબ બનાવી જંગલેશ્વર માંથી જંગલ માં ફેરવી દેનાર કુખ્યાત હિસ્ટ્રીસિટરોની સૌથી વધુ મિલકતો ઝપટે ચડી છે જેમાં વર્ષોથી દારૂ જુગાર ડ્રગ્સ સહિતની તમામ પ્રકારના બે નંબરના કાળા કારોબાર ચલાવતી રહેમત ઉર્ફે રમા જુણેજા, તાજેતરમાં જ સામસામા ફાયરિંગ પ્રકરણમાં સંડોવાયેલ અને ગુજ સીટોકના ગુનામાં હાલ જેલમાં ધકેલાયેલા મૂરઘા ગેંગના સમીર ઉર્ફે મુરઘા તેમજ સમીર ઉર્ફે સંજલા જુણેજા અને ઇમરાન ઉર્ફે ટીકડાની સહિત કુલ ૧૧ ગુનેગાર ની ૧૦૯ ગેરકાયદેસર મિલકતો પર જેસીબી ફેરવી મિલકતો ધ્વસ્ત કરવામાં આવી હતી.
રહેમત ઉર્ફે રમા અને પતિ જાવેદના ૩ બંગલા, ૫૬ ઓરડી અને એક વાડો ધ્વસ્ત
જંગલેશ્વર વિસ્તારને ગુનાખોરી નું હબ બનાવી જંગલમાં પરિવર્તન કરવામાં જેઓની મુખ્ય ભૂમિકા રહી છે તેવી કુખ્યાત રહેમત ઉર્ફે રમા જૂણેજા સામે દારૂ જુગાર સહિતના ૧૯ થી પણ વધારે ગુના પોલીસ ચોપડે નોંધાયેલા છે તેના આ વિસ્તારમાં ત્રણ બંગલા જેવા મકાન તેમજ 48 ઓરડી અને 3000 સ્ક્વેર ફૂટનો એક વાડો તેમજ રમાના પતિ જાવેદ જુણેજા ની આઠ ઓરડી જમીન દોસ્ત કરવામાં આવ્યો છે.
સમીર ઉર્ફે મુરઘા પઠાણ અને સમીર ઉર્ફે સંજલાની 18 ઓરડી તોડી પાડી
સામસામા ફાયરીંગ પ્રકરણમાં સમીર ઉર્ફે મુરઘા યાસીન પઠાણ સામે 14 જેટલા ગુનાઓ છે જે ગુજશીટોકમાં હાલ જેલમાં છે તેની ત્રણ ઓરડી તેમજ સમીર ઉર્ફે સંજય જુણેજા ની સામે એક ડઝન ગુના નોંધાયેલા છે જેની 16 ગેરકાયદેસર ઓરડી પર બુલડોઝર ફેરવાયું છે.
તોસીફ ઉર્ફે બાઘો, અસીમ ઉમરેટીયા, ઇમરાન ટીકડા તનવીર ની ૪ મકાન 21 ઓરડી તૂટી
14 જેટલા ગુનામાં સંડોવાયેલા તોસીફ ઉર્ફે બાઘા ઉમરેટીયાનું મકાન તેમજ આઠ ઓરડી પાંચ ગુનામાં સંડોવાયેલા અસીમ નું એક મકાન 12 ઓરડી 27 ગુનાના આરોપી ઇમરાન ઉમરેઠિયાનું એક મકાન 12 ગુનાના આરોપી તનવીર ઉર્ફેતનયા નું એક મકાન તોડી પાડવામાં આવ્યું હતું.
દિનેશવાળા અને બુટલેગર વિનુ સિંધવની દુકાન-ઓરડી તોડી પડાઈ
જંગલેશ્વર વિસ્તારના હિસ્ટ્રી સિટર અને વારંવાર મારામારી ના ગુનામાં ઠંડોવાયેલા દિનેશ વાળા ની એક ઓરડી તેમજ પાંચ ગુનામાં સંડોવાયેલા બુટલેગર વિનુ સિંધવની એક દુકાન તોડી પાડવામાં આવી હતી.