BREAKING NEWS

જામનગરના અગ્રણી બિલ્ડર મેરામણભાઈના સ્યુસાઇડ કેસમાં ૧૧ આરોપીઓની ધરપકડ પર હાઇકોર્ટનો સ્ટે

  • November 07, 2026 11:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના અગ્રણી બિલ્ડર મેરામણભાઈના સ્યુસાઇડ કેસમાં ૧૧ આરોપીઓની ધરપકડ પર હાઇકોર્ટનો સ્ટે

વ્યાજખોરી અને ખંડણીના ચકચારી કેસમાં તમામ આરોપીઓને વચગાળાની રાહત : સિનિયર એડવોકેટ સહિતના કાઉન્સિલ દ્વારા અસરકારક દલીલો 

જામનગર સહિત ગુજરાતમાં ચકચાર જગાવનાર ૧૫૩ કરોડ રૂપિયાથી વધુની મિલકતો વ્યાજખોરીમા પડાવી લેવાના અને વ્યાજની પઠાણી ઉઘરાણીને ખંડણી વસૂલાતના ગંભીર મામલામાં ગુજરાત હાઇકોર્ટે દ્વારા આરોપીઓની આગોતરા જામીન અરજીમાં એક મોટો આદેશ આપ્યો છે. કોર્ટે આ કેસમાં સંડોવાયેલા તમામ ૧૧ આરોપીઓની ધરપકડ ઉપર હાલ પૂરતો સ્ટે ફરમાવી દીધો છે, જેના પગલે આરોપીઓને મોટી રાહત મળી છે.

આ કેસ જામનગરના અગ્રણી બિલ્ડર મૃતક મેરામણભાઈ હરદાસભાઈ પરમારના રહસ્યમય અવસાન સાથે જોડાયેલો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગત ૧૦ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ તેઓ કે.ડી. હોસ્પિટલમાં બેભાન અવસ્થામાં લઇ જવામાં આવેલ હતા અને ડેથ સમરી મુજબ કાર્ડિયાક અરેસ્ટ તથા હૃદય સંબંધિત જટિલતાઓને કારણે તેમનું અવસાન થયું હતું. આ મામલે ખુબ લાંબા સમય બાદ ૨૭ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી, જ્યારે આં બાબતે અગાઉ ૩૧ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ પણ કેટલીક વ્યક્તિઓના નામ સાથે ગાંધીનગર પોલીસમાં મૃતકના પુત્ર ધ્વારા ફરિયાદ નોંધવા અરજી થઈ હતી.

ફરિયાદપક્ષ દ્વારા ૨૯ ડિસેમ્બર ૨૦૨૪ અને ૨ જાન્યુઆરી ૨૦૨૫ની સ્યુસાઇડ નોટ્સને આધાર બનાવવામાં આવ્યો છે, જે ૨૧ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ મળી આવી હતી. જેમાં વ્યાજખોરી અને નાણાકીય લેવડદેવડ બાબતે હેરાનગતિના આક્ષેપો કરાયા છે. જો કે, તપાસના કાગળો અને દસ્તાવેજો દર્શાવે છે કે મૃતક અને તેમના પરિવારના સભ્યો દ્વારા રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજો કરવામાં આવ્યા હતા, તેમજ ધીરાણ કરેલી રકમ અને પ્રોપર્ટી બાબતે સિવિલ દાવાઓ પણ અગાઉથી દાખલ થયેલા છે ખાસ કરીને, મહિલાઓને ફરિયાદમાં આરોપી બનાવેલ છે પરંતુ  સ્યુસાઇડ નોટોમાં તેઓના નામો દર્શાવેલા નથી તેમજ વિશાલભાઈ પ્રવીણભાઈ દોમડીયાનું પણ નામ સુસાઇડ નોટમાં નથી અને તેઓ માત્ર મૃતક પાસેથી મિલકતો ખરીદનાર તરીકેની ભૂમિકામાં છે.

હાઇકોર્ટમાં આરોપી પક્ષે મજબૂત રજૂઆતો,દસ્તાવેજી પુરાવાઓ ધ્યાને લઈને ગુજરાત હાઇકોર્ટે વચગાળાનું રક્ષણ આપ્યું. આ સમગ્ર કેસમાં પટેલ અગ્રણી એવા પ્રવીણભાઈ લક્ષમણભાઇ દોમડીયા, વિશાલભાઈ પ્રવીણભાઈ દોમડીયા, અને કાંતાબેન પ્રવીણભાઈ દોમડીયા તરફથી ગુજરાત હાઇકોર્ટમાં જાણીતા જામનગરના સિનિયર એડવોકેટ નાથાલાલ પી. ઘાડીયા, હસમુખ એમ. મોલીયા, અર્પિત એમ. રૂપાપરા, પરેશ એસ. સભાયા તથા ગુજરાત હાઇકોર્ટમાં સિનિયર કાઉન્સિલ અંસીન દેસાઈ અને પ્રવીણ ગોંડલીયાનાઓ રોકાયેલ છે.

બંન્ને પક્ષની દલીલોને ધ્યાને રાખીને ગુજરાત હાઈકોર્ટે પ્રાથમિક તબક્કે અરજદારોને ધરપકડ સામે વચગાળાનું રક્ષણ આપ્યું છે. આગામી તારીખ સુધી કોઈ  પગલાં ન લેવા આદેશ કર્યો છે.અને હવે પછી અરજીની સુનાવણી તારીખ ૧૬-૧૨-૨૦૨૬ ના રોજ મુકરર કરવામાં આવેલ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application