BREAKING NEWS

રાજકોટમાં દિવાળીની રાતે હવા અતિ ઝેરી બની: રાત્રે 12થી 12:30 વચ્ચે હાઈએસ્ટ 1078 AQI, જાણો કેટલા વાગ્યે કેટલો AQI નોંધાયો

  • November 09, 2026 10:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દિવાળીના તહેવાર દરમિયાન રાજકોટ શહેરમાં મોટા પ્રમાણમાં ફટાકડા ફોડવામાં આવતા હવાની ગુણવત્તા અત્યંત ખરાબ સ્તરે પહોંચી ગઈ હતી. ફટાકડાના ભારે ધૂમાડા અને પ્રદૂષણને કારણે દિવાળીની રાત્રે શહેરની હવા અતિ ઝેરી બની ગઈ હતી. AQIની વેબસાઈટમાં રાત્રિના સમયે એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ભયજનક સપાટીને વટાવી ગયો હતો.


રાજકોટમાં રાત્રિના સમયે AQI સ્તરમાં સતત ભારે ઉછાળો જોવા મળ્યો હતો. રાત્રે 9.31 વાગ્યે AQI 349 નોંધાયો હતો, જે રાત્રે 11.31 વાગ્યે વધીને 562 પર પહોંચ્યો હતો. આ પછી ફટાકડાની આતશબાજી વધુ તેજ થતા રાત્રે 12.01 વાગ્યે AQI સીધો 922 થઈ ગયો હતો. સ્થિતિ વધુ ગંભીર બનતા રાત્રે 12.31 વાગ્યે સિઝનનો હાઈએસ્ટ 1078 AQI નોંધાયો હતો, જે અત્યંત જોખમી માનવામાં આવે છે.

કેટલા વાગ્યે કેટલો AQI નોંધાયો

રાત્રે 9.31 વાગ્યેઃ 349 AQI

રાત્રે 11.31 વાગ્યેઃ 562  AQI

રાત્રે 12.01 વાગ્યેઃ 922  AQI

રાત્રે 1.01 વાગ્યેઃ 1041 AQI

રાત્રે 12.31 વાગ્યેઃ 1078  AQI (હાઈએસ્ટ)

રાત્રે 1.31 વાગ્યેઃ 845  AQI

રાત્રે 2.01 વાગ્યેઃ 802  AQI

મોડી રાત્રે 2.31 વાગ્યેઃ 860  AQI

મોડી રાત્રે 3.01 વાગ્યેઃ 762  AQI

મોડી રાત્રે 3.31 વાગ્યેઃ 737  AQI

આજે સવારે 4.01 વાગ્યેઃ 621  AQI

આજે સવારે 4.31 વાગ્યેઃ 530  AQI

આજે સવારે 5.01 વાગ્યેઃ 570  AQI

આજે સવારે 5.31 વાગ્યેઃ 599  AQI

આજે સવારે 6.01 વાગ્યેઃ 555  AQI



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application