કેશોદ તાલુકાના પાણખાણ ગામે ખેતરની જમીનમાંથી નીકળતા રસ્તા બાબતના મનદુખમાં બે પરિવારો વચ્ચે થયેલી માથાકૂટ બાદ મહિલા સહિત ૧૫ શખ્સોએ સશક્ર હુમલો કરતા નિવૃત પોલીસ કર્મચારીના ભાઈનું મોત થયું હતુ. બંને પક્ષ વચ્ચે સામ સામે મારામારીમાં પાંચને ઇજા થઈ હતી.હત્યાના બનાવમાં કેશોદ પોલીસે ૧૧ આરોપીઓને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પાણખાણની સીમના જમીનમાંથી નીકળતા રસ્તાના બાબતના મન દુ:ખમાં બે પરિવારની માથાકૂટમાં મહિલા સહિત ૧૫ શખ્સોએ કરેલા સશક્ર હત્પમલામાં પીઠરામભાઈ ગાંગણાનુ મોત થયું હતું.અને સામ સામે મારામારીમા ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા.બનાવ અંગે રણજીતભાઈ ગાંગણાએ ૪ મહિલા સહિત સહિત ૧૫ સામે કેશોદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે હત્યા સહિતની કલમો અન્વયે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.અને તપાસ દરમિયાન કેશોદ પોલીસે હત્યામા સંડોવાયેલા ભુપત બાબુ જોટા, સોમાત બાબુ જોટા, દેવદાન રાજા જોટા, નાજા ગાંગા જોટા, રાવત નાજા જોટા, જીતુ નાજા જોટા, જનક દેવદાન જોટા, હમીર દેવદાન જોટા, હઠીસિંહ દેવ દાન જોટા, બહાદુર ઉર્ફે ભાવેશ ભુપત જોટા, જગદીશ ભુપત જોટા સહીત ૧૧ આરોપીઓને ઝડપી વધુ કાર્યવાહી કેશોદ પીઆઇ જાદવે હાથ ધરી છે. હત્પમલામાં બંને પક્ષો વચ્ચે સામસામે મારામારીની ફરિયાદ નોંધાઈ હતી. સમાપક્ષે પણ બે વ્યકિતને ઈજા થઈ હતી. કેશોદ પોલીસે હત્યામાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી વધુ પૂછપરછ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભૂતનીને જોરદાર ઝટકો, પહેલા જ દિવસે ધોબીપછાડ
May 02, 2025 11:56 AMમેં પણ યુરીન પીધું છે: અનુ અગ્રવાલ
May 02, 2025 11:50 AMતારી સાથે લગ્ન કરી મારા પૈસા પડી ગયા કહી પતિએ પત્નીને ત્રણ ફડાકા મારી લીધા
May 02, 2025 11:50 AMપ્રોપર્ટી ગીરવે મૂકીને બડે મિયાં છોટે મિયાં બનાવી, ખર્ચો ય ન નીકળ્યો
May 02, 2025 11:49 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech