બે દરોડામાં ૨૧ હજારની રોકડ અને પત્તા કબ્જે
જામનગર નજીક શાપર ગામમાં આવેલા તિનબતી વિસ્તારમાં જાહેરમાં તિનપતીનો જુગાર રમતા ૪ શખ્સોને ૧૧ હજારની મત્તા સાથે પકડી લેવામાં આવ્યા હતા, જયારે ધ્રોલના સોયલ ગામે પાના ટીંચતા ૭ શખ્સો ૧૦ હજારની મત્તા સાથે પકડાયા હતા.
એસ.પી. પ્રેમસુખ ડેલુ, ગ્રામ્ય ડીવાયએસપી ડી.પી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ સિકકા પીએસઆઇ આર.એચ.બાર અને સ્ટાફ દારુ, જુગારના કેશો શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતા, દરમ્યાન સ્ટાફના હેડ કોન્સ. જીતેન્દ્રસિંહ જાડેજા, અર્જુનસિંહ જાડેજા તથા દિલીપસિંહ જાડેજાને ખાનગી રાહે બાતમી મળેલ કે, શાપર ગામ, ત્રણબત્તી વિસ્તાર બાવળની ઝાળીમાં કેટલાક શખ્સો ગંજીપતા વડે જુગાર રમે છે.
જેના આધારે દરોડો પાડી તિનપત્તીનો જુગાર રમતા શાપર ગામના મનિષ ચંપકલાલ રાવલ, ગૌતમ પેથા ભાંભી, જેન્તી ઉર્ફે જેનો છગન ગામી અને લલીત ઉર્ફે દિપક અંબાબાલ હિંશુ નામના શખ્સોને રોકડા ૧૧૨૨૦ અને ગંજીપતા સાથે દબોચી લીધા હતા.
બીજા દરોડામાં ધ્રોલના સોયલ ગામે શેરીમાં તિનપતીનો જુગાર રમતા સોયલના અલારખા આદમ મકવાણા, ધ્રાંગડા ગામના ઇકબાલ સુમાર જખરા, સોયલના અબ્દુલ કારા પઠાણ, સોમા આંબા ચાવડીયા, કિશોર અમરશી ચાવડા, રમેશ રુડા ચાવડા અને ઇસ્માઇલ દાઉદ મકવાણા નામના શખ્સોને રેઇડ દરમ્યાન સ્થાનીક પોલીસે પકડી પાડી ૧૦૬૫૦ અને ગંજીપતા જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech