BREAKING NEWS

પાકિસ્તાનમાં પોલીસ ચોકી પાસે આત્મઘાતી વિસ્ફોટમાં ૧૨નાં મોત

  • September 28, 2026 02:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં પોલીસ ચોકી પર થયેલા આત્મઘાતી હત્પમલામાં ઓછામાં ઓછા ૧૨ લોકોનાં મોત થયાં અને ૩૫ લોકો ઘાયલ થયા. શનિવારે ડેરા ઇસ્માઇલ ખાન જિલ્લાના અમન મેલા વિસ્તારમાં હુમલા ખોરે વિસ્ફોટકો ભરેલું વાહન ચોકી સાથે અથડાવ્યું હતું.વિસ્ફોટથી ચોકીનો મોટો ભાગ તૂટી પડો અને તેની બાજુનું એક મકાન પણ ધરાશાયી થયું. ધડાકા પછી ગોળીબારનો અવાજ સંભળાયો હતો. બચાવકર્મીઓએ ઘાયલોને હોસ્પિટલ પહોંચાડા. માર્યા ગયેલાઓમાં સામાન્ય નાગરિકો અને કસ્ટમ વિભાગના કર્મચારીનો સમાવેશ થતો હોવાનું સ્થાનિક પોલીસે જણાવ્યું.
હત્પમલાના સ્થળેથી મૃતદેહો લઈ જતી એમ્બ્યુલન્સ પર પણ હત્પમલાખોરોએ ગોળીબાર કર્યેા હતો. તેમાં બે બચાવકર્મીઓનાં મોત થયાં અને અન્ય એક ઘાયલ થયો. આ બે મોત ચોકી પરના વિસ્ફોટમાં મૃત્યુ પામેલા ૧૨ લોકો ઉપરાંતનાં છે. પાકિસ્તાની સરકારી પ્રસારણમાધ્યમે હુમલા માટે પ્રતિબંધિત તહરીક–એ–તાલિબાન પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું છે. સુરક્ષા દળોએ વિસ્તારમાં તપાસ શ કરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application