રમત રમતમાં બાળકો ન કરવાનું કરી બેઠા, 12 વર્ષના બાળકના ગુદામાં હવા ભરી દીધી!, માસુમને રાજકોટ હોસ્પિટલ ખસેડાયો
રમત રમતમાં બાળકો ન કરવાનું કરી બેઠા, 12 વર્ષના બાળકના ગુદામાં હવા ભરી દીધી!, માસુમને રાજકોટ હોસ્પિટલ ખસેડાયો
December 26, 2025 03:05 PM
મોરબી સીરામીક સહિતની કંપની-કારખાનામાં હવા ભરવાના મશીનથી રમત રમતમાં ગુદામાર્ગમાં હવા ભરવાની ઘટનાઓ વખતો વખત સામે આવી રહી છે. ત્યારે આવી જ વધુ એક ઘટના ટંકારામાં સામે આવી છે. ઇન્ફ્રા પોલિમર્સ કંપનીમાં બાળકોએ રમત રમતમાં હવા ભરવાના મશીનથી 12 વર્ષના બાળકને ગુદામાર્ગે હવા ભરી દેતા તબીયત લથડાવાથી રાજકોટ સારવારમાં ખસેડાયો છે.
બાળકને રાજકોટ હોસ્પિટલ ખસેડાયો
બનાવની પ્રાપ્ત વિગત મુજબ ટંકારામાં આવેલી ઇન્ફ્રા પોલિમર્સ કંપનીમાં કામ કરતા અને ત્યાં જ રહેતા યુપીના પરિવારનો 12 વર્ષનો બાળક અન્ય બાળકો સાથે રમતો હતો ત્યારે બાળકોએ રમત રમતમાં હવા ભરવાના મશીનની નળીથી 12 વર્ષના બાળકના ગુદામાર્ગમાં હવા ભરી દેતા બાળકની તબિયત બગડી જતા પ્રથમ ટંકારા અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ટંકારા પોલીસને જાણ કરી હતી.