મેટોડા અને શાપર પોલીસ દ્વારા કરવામાં આવેલી ડ્રાઈવમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનાર 125 વાહન ચાલકો ઝપટે ચડતા દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. રાજકોટમાં મિલ્કત સબંધી ગુન્હાઓ બનતા અટકાવવા, દારૂની બદીને દૂર કરવા અને વાહન અકસ્માતના બનાવોને અટકાવવા જિલ્લા પોલીસ વડા હિમકરસિંહની સૂચના પગલે મેટોડા અને શાપર પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ કરવામાં આવી હતી. મેટોડા પોલીસના મથકના પીઆઈ એસ.એચ.શર્માની રાહબરીમાં પીએસઆઇ એન.બી.ઝાલા સહિતની ટીમ દ્વારા જીઆઇડીસી ગેઇટ-3ની અંદર બુધવારી બજારમાં ફૂટ પેટ્રોલીંગ કરી ટ્રાફિકને અડચણરૂપ વાહનો તેમજ નિયમો ભંગ કરનાર 80 વાહન ચાલકો સામે કાર્યવાહી કરી 23000 જેટલો દંડ કરવામાં આવ્યો હતો. જેમાં મોટર વ્હીકલ એક્ટના 13, બીએનએસએસ કલમ 185 હેઠળ 15 જયારે છ જગ્યાએથી દારૂ મળી આવતા તેની સામે કાર્યવાહી કરી હતી.
જયારે શાપર(વેરાવળ) પોલીસ મથકના પીઆઈ આર.બી.રાણાની રાહબરીમાં સ્ટાફ દ્વારા ડ્રાઈવ દરમિયાન હેલ્મેટ, ત્રિપલ સવારી, ટ્રાફિકને અડચણ રૂપ પાર્ક કરવામાં આવેલા વાહન ચાલકો સામે 30 એનસી કેસ કરી 9800નો દંડ ફટકારવામાં આવ્યો હતો . આ ઉપરાંત મોટર વ્હીકલ એક્ટ મુજબ 10 વાહન ડિટેઇન કરવાની તેમજ બીએનએસની કલમ 285 મુજબ 5 કેસ કરવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech