BREAKING NEWS

ભાવનગર લઠ્ઠાકાંડના ૧૩ આરોપીઓ ૧૦ દિવસના રિમાન્ડ પર: વકીલો કેસ નહીં લડે

  • August 21, 2026 03:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે ધોળકા પંથકમાંથી વધુ ર૦ બોટલ રોયલ સ્ટેગની પકડાઇ અને તે માલ પણ ભાવનગરથી ગયો હતો, ભાવનગર એ.ડિવિઝનના મહિલા એએસઆઇ સસ્પેન્ડ થયા તે મામલે અનેક ચર્ચા


ભાવનગરના લઠ્ઠાકાંડમાં હવે એક પછી એક નવા ધડાકાઓ થઇ રહયા છે
જેમાં ડુપ્લીકેટ રોયલ સ્ટેગની ૨૦ બોટલ ધોળકા પંથકમાંથી ઝડપાઇ છે, જે બોટલો પણ ભાવાનગર થી જ પહોંચી હોવાનું ખુલ્યું છે તો ગઇકાલે પોલીસ વડા દ્રારા નિલમબાગ પોલીસ મથકનાં મહિલા એ.એસ.આઇ. ને સસ્પેન્ડ કર્યા તે મામલે પણ હાલ અનેક ચર્ચાઓ થઇ રહી છે તે મામલે પણ નજીકના સમયમાં જ ચોંકાવનારો ખુલાસો થવાની શકયતા છે.
તો બીજી બાજુ લઠ્ઠાકાંડમાં રઇશ અને ગૌત્તમ સોલંકી સહિત ૧૩ આરોપીઓને  સ્ટેટ મોનિટરીંગ સેલે ઝડપી લઇ કોર્ટમાં રજૂ કરી તમામના ૯ દિવસના રીમાન્ડ મેળવ્યા છે અને આ રીમાન્ડ દરમિયાન હજુ અનેક ખુલાસાઓ થશે ત્યારે ભાવનગર બાર એસોશિએશન દ્રારા અરજન્ટ મીટીંગ બોલાવી ઠરાવ પાસ કર્યેા હતો કે લઠ્ઠાકાંડમાં હાલ ઝડપાયેલા તમામ ૧૩ આરોપીઓ ઉપરાંત હવે ઝડપનારા આરોપીઓના કેસ નહીં લડવામાં આવે
ભાવનગર લઠ્ઠાકાંડમાં ૧૮ દર્દીઓ હજુ સારવારમાં
ભાવનગરના ચકચારી લઠ્ઠાકાંડમાં કુલ ૬૧ દર્દીઓ અસરગ્રસ્ત થયા છે, જેમાં આઠના મોત નીપયાં છે અને ચારની સ્થિતિ ગંભીર જણાઇ રહી છે. જેમાંથી પાંચ દર્દીઓ આઇસીયુમાં અને ૨૫ દર્દીઓની વોર્ડમાં સારવાર ચાલી રહી છે. આ ઉપરાંત ૧૮ દર્દીઓને સામાન્ય અસર થતાં સારવાર લીધી હતી અને દસ દર્દીઓને રજા આપવામાં આવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application