BREAKING NEWS

SIP માં દર મહિને પગારમાંથી કેટલું રોકાણ કરવું યોગ્ય રહેશે: જાણો મ્યુચ્યુઅલ ફંડ માટે 50-30-20 નો બજેટ ફોર્મ્યુલા

  • October 07, 2026 07:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નોકરી કરતા દરેક વ્યક્તિના મનમાં આ પ્રશ્ન હંમેશા રહે છે કે દર મહિને કેટલા પૈસાની બચત કરવી જોઈએ જેથી ભવિષ્ય સુરક્ષિત રહે. ભવિષ્ય માટે મોટું ભંડોળ તૈયાર કરવાનો સૌથી લોકપ્રિય અને સરળ માર્ગ એસઆઈપી (SIP) એટલે કે સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન માનવામાં આવે છે. શેરબજારના રોજિંદા ઉતાર-ચઢાવની ચિંતા કર્યા વિના દર મહિને નિયમિત રોકાણ કરવાથી લાંબા ગાળે કમ્પાઉન્ડિંગ (ચક્રવૃદ્ધિ વ્યાજ) નો મોટો ફાયદો મળે છે અને ધીમે ધીમે મોટી સંપત્તિ તૈયાર થઈ જાય છે.


નાણાકીય આયોજન માટે વિશ્વભરમાં '50-30-20 નો નિયમ' સૌથી વધુ ઉપયોગી માનવામાં આવે છે. આ નિયમ મુજબ, હાથમાં આવતી ઈન-હેન્ડ સેલેરીનો 50% હિસ્સો ઘરના જરૂરી ખર્ચા જેવા કે ભાડું, રાશન, લાઈટ બિલ અને બાળકોની ફીમાં જવો જોઈએ. 30% હિસ્સો પર્સનલ લાઈફસ્ટાઈલ અને શોખ માટે રાખવો જોઈએ, જ્યારે બાકીનો 20% હિસ્સો બચત અને રોકાણ માટે ફાળવવો જોઈએ. આ 20% રકમને સીધી એક જ જગ્યાએ રોકવાને બદલે એસઆઈપી, ઈમરજન્સી ફંડ અને જૂના દેવાની ચૂકવણી વચ્ચે વહેંચવી જોઈએ.


જો તમારી માસિક ઈન-હેન્ડ સેલેરી ₹40,000 હોય, તો 20% ના હિસાબે ₹8,000 બચત માટે અલગ રાખવા જોઈએ. જો તમે સંતુલિત રસ્તો પસંદ કરો છો, તો ₹4,000 ની એસઆઈપી અને ₹4,000 ઈમરજન્સી ફંડમાં મૂકી શકો છો. તે જ રીતે, ₹60,000 નો માસિક પગાર ધરાવતા લોકોએ દર મહિને ₹12,000 ની બચત કરવી જોઈએ, જેમાંથી ₹4,000 એસઆઈપી, ₹4,000 ઈમરજન્સી ફંડ અને ₹4,000 અન્ય રોકાણ કે લોનની ચુકવણીમાં વાપરી શકાય છે.


​​​​​​​દર મહિને ₹1,00,000 કમાતા લોકો માટે 20% મુજબ ઓછામાં ઓછા ₹20,000 રોકાણ માટે નીકળે છે. ઝડપથી સંપત્તિ બનાવવા ઈચ્છતા લોકો ₹10,000 એસઆઈપીમાં, ₹5,000 ઈમરજન્સી ફંડમાં અને ₹5,000 સુરક્ષિત યોજનાઓમાં રોકી શકે છે. એસઆઈપી શરૂ કરતા પહેલાં પોતાના માસિક ખર્ચ, જૂના દેવાં અને ભવિષ્યના લક્ષ્યોનું યોગ્ય આંકલન કરવું જરૂરી છે. સમય જતાં પગાર વધવાની સાથે એસઆઈપીની રકમમાં પણ વધારો કરી શકાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application