જિલ્લામાં પાંચ દિવસમાં ૧૩૩ વાહનચાલકો વિદ્ધ થઈ કાર્યવાહી
જિલ્લામાં પાંચ દિવસમાં ૧૩૩ વાહનચાલકો વિદ્ધ થઈ કાર્યવાહી
November 27, 2025 02:26 PM
ટ્રાફિક શાખા દ્વારા ૮૦ હજારથી વધુનો દંડ સ્થળ ઉપર જ વસુલવામાં આવ્યો: લોકો ટ્રાફિક નિયમનું પુરતા પ્રમાણમાં પાલન કરે તે માટે પણ આપવામાં આવી સુચના
પોરબંદર જિલ્લામાં ટ્રાફિક શાખા દ્વારા પાંચ દિવસમાં ૧૩૩ વાહનચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરીને ૮૦ હજાર પિયાથી વધુનો દંડ વસુલવામાં આવ્યો છે અને ટ્રાફિક નિયમોનું લોકો પાલન કરે તે પ્રકારે સુચના આપવામાં આવી છે. પોરબંદર જીલ્લામાં અકસ્માતો નિવારવા માટે કાયદાકીય તમામ પ્રકારના પગલાં લેવા માટે તેમજ ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમો યોજવા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએ ટ્રાફિક શાખાના પોલીસ ઇન્સ્પેકટર એમ.એલ.આહિર તથા પોલીસ સબ ઇન્સ્પેકટર.કે.બી.ચૌહાણને સુચના આપેલ હોય જે સુચના અનુસાર પોલીસ ઇન્સ્પેકટર એમ.એલ.આહિરના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક ટીમ દ્રારા છેલ્લા પાંચ દિવસમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરતા ૧૩૩ વાહનચાલકો વિદ્ધ કાર્યવાહી કરી ૮૦ હજારથી વધુ સ્થળદંડ વસુલ કરવામા આવેલ હતો.હાઈ-વે પર પેટ્રોલીંગ દરમ્યાન રોંગસાઈડ કે ઓવરસ્પીડથી વાહન ન ચલાવવા,જરી તમામ પ્રકારના દસ્તાવેજો નિયમાનુસાર સાથે રાખવા,ટ્રાફિક નિયમોને ધ્યાને રાખી વાહન ઓવરટેઈક કરવુ તેમજ પરમીટ કરતા વધુ માલ સામાન કે મુસાફરો ન બેસાડવા વગેરે ટ્રાફિક નિયમો અંગે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી અવાર-નવાર અવેરનેસ કાર્યક્રમો કરવામાં આવે છે, તેમજ રાત્રી દરમ્યાન થતા અકસ્માતો નિવારવા માટે વાહનોમાં રિફલેકટર્સ લગાવવામાં આવે છે.હાલ ખેડુત ભાઈઓ પોતાના વાહનોમાં જણસી ભરી માર્કેટીંગ યાર્ડમાં વહેલી સવારે કે રાત્રીના સમયે જતા હોય છે જેથી અકસ્માતો નિવારવા ખેડુત ભાઈઓને પોતાના વાહનોમાં રિફલેકટર્સ રેડીયમ પટ્ટી લગાવવા પોરબંદર પોલીસ દ્વારા અપીલ કરવામાં આવેલ છે તેમજ નાઈટ પેટ્રોલીંગ દરમ્યાન વાહનચાલકોને રોકી હાઈવે પર પશુ બેસેલા હોવાની શક્યતા હોવાથી સાવધાનીપુર્વક વાહન ચલાવવા સુચના આપી ત્યારે વાહનચાલકો-મુસાફરોએ પોલીસની કામગીરીની પ્રશંસા કરી આભાર વ્યક્ત કર્યો હતો.