સાંસદ, જીલ્લા ભાજપ પ્રમુખ તથા જિલ્લા પંચાયત પ્રમુખે મુખ્યમંત્રીને કરેલી રજૂઆતને પ્રતિસાદ
ગ્રામ્ય માર્ગો ઈન્ફ્રાસ્ટ્રકચરના કામો માટે ભાજપ સદાય સક્રિય રહે છે. આગેવાનો અને ગ્રામજનોની રજૂઆતને ધ્યાને લઈ, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરાએ મુખ્યમંત્રીને લાલપુર અને જામજોધપુર તાલુકાના વિવિધ માર્ગો સહિત બ્રીજ માટે રજૂઆત કરેલ, જેના પ્રતિસાદ રુપે મુખ્યમંત્રી દ્વારા આ તમામ કામો મંજૂર કરાયા હતાં.
લાલપુરના વલ્લભીપુર-વેરાવળ ટુ જોઈન ઓ.ડી.આર. માટે ૧૧૦ લાખ, કાનવીરડી મોટી, રાફુદળ ડબાસંગ રોડ માટે ર૦૦ લાખ, મેમાણા-વડપાંચસરા રોડ માટે ર૬૦ લાખ, બાબરીયા-ચોરબેડી રોડ માટે ૪ર લાખ, સોનવડીયા-કૃષ્ણગઢ રોડ માટે ૧૩૦ લાખ ઉપરાંત ખડખંભાળીયાથી સ્ટેટ હાઈ-વે જતા રોડ માટે ૭પ લાખ, નાંદુરી-રીંજપર રોડ પર કોઝવે માટે ા. ૧૬૦ લાખ, અપીયા-ચારણતુંગી કોઝ-વે માટે ૭પ લાખ, નાંદુરી-મોટા ભડીયા કોઝ-વે માટે ા. ૧૦ લાખ, પડાણા-રંગપર કોઝવે માટે ૩૦૦ લાખ, ટેભડા-ગોદાવરી રોડ કોઝ-વે માટે ર૪૦ લાખ મળી કુલ ૧૬ કરોડના કામો મંજૂર થયેલ છે.
આ ઉપરાંત સુચિત ફલાય ઓવર મોટીગોપ-જીણાવારી, ઈશ્ર્વરીયા, વનાણા, નંદાણા, ધ્રાફા, વેણુડેમ માટે ા. ૩ કરોડ અને જામજોધપુર, મહીકી, સતાપર, વાંસજાળીયા, તરસાઈ, હનુમાનગઢ ફલાયઓવર માટે ા. ૩ કરોડ મંજૂર થયેલ છે.
જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, સાંસદ પૂનમબેન માડમ, કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, જિલ્લા પ્રભારીમંત્રી મૂળુભાઈ બેરા, જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા મહામંત્રીઓ દિલીપભાઈ ભોજાણી, પ્રવિણસિંહ જાડેજા, અભિષ્ોક પટવા, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ચંદ્રેશભાઈ પટેલ, ડો. પી. બી. વસોયા, સુર્યકાંતભાઈ મઢવી, પૂર્વ ધારાસભ્ય ચીમનભાઈ શાપરીયા, બ્રિજરાજસિંહ જાડેજા, ચીરાગભાઈ કાલરીયા, વલ્લભભાઈ ધારવીયા, જાડાના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ચુડાસમા, લોક્સભા સંયોજક ડો. વિનોદ ભંડેરી, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન કે.બી. ગાગીયા, વર્તમાન ચેરમેન પ્રવિણાબેન ચભાડીયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજય સરકાર તેમજ પ્રદેશ નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો હોવાનું મીડીયા સેલના ક્ધવીનર નરેન્દ્રસિંહ પરમારની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech