BREAKING NEWS

જંગલેશ્વર ડિમોલિશનનો કાટમાળ ઉપાડવા વાહનોના 1666 ફેરા, ચાર દિ' કામ ચાલશે

  • February 26, 2026 03:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જંગલેશ્વર મેગા ડિમોલિશનનો કાટમાળ હટાવવા મહાપાલિકા તંત્ર ઊંધા માથે થયું છે, ડિમોલિશન કરતા વધુ મહેનત આ કામગીરીમાં થઈ રહી છે. ગઈકાલે સવારેથી આજે બપોરે સુધીમાં કાટમાળ ભરેલા ટ્રેક્ટર અને ડમ્પરના કુલ ૧૬૬૬ ફેરા કોઠારીયા ખાણમાં ઠલવાય ચૂક્યા હોવાનું જાહેર કરાયું છે.


મ્યુનિ.સૂત્રો અનુસાર, જંગલેશ્વર વિસ્તારમાં આજી નદી પટ્ટા તથા ટી.પી. રોડ પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હવે કાટમાળ ઉપાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ગઇકાલે ડમ્પર અને ટ્રેકટરના કુલ ૧૦૭૫ના ફેરા થયા હતા, જ્યારે આજે તા.૨૬ના રોજ સવારથી અત્યાર સુધીમાં ડમ્પર અને ટ્રેક્ટરના કુલ ૫૯૧ ફેરા લગાવી કાટમાળ દુર કરવામાં આવ્યો છે. આ તમામ કાટમાળનો નિકાલ કોઠારીયા ખાણમાં કરવામાં આવી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application