ગિર વિસ્તારમાં કોઇ ગંભીર રોગચાળો ફાટી નીકળે અને એશિયાટીક લાયનની પ્રજાતિ ઉપર ખતરો આવે તો નજીકમાં જ તેનું બીજુ નિવાસસ્થાન હોવુ જોઇએ તે મુદ્ાને ધ્યાને રાખીને પોરબંદરના બરડા ડુંગર વિસ્તારમાં છેલ્લા દોઢેક દાયકાથી સિંહોના બીજા ઘરનું નિર્માણ કરવામાં આવ્યુ છે તે ઉપરાંત ૧૪૩ વર્ષ પછી કુદરતી રીતે વિહરતો કોલંબસ નામનો સિંહ પણ બરડા ડુંગરમાં સ્થાયી થયો છે ત્યારે હાલમાં અહીંયા સિંહોની ગણતરી કરવામાં આવતા નાના-મોટા મળી ૧૭ સિંહ હોવાનું વનવિભાગે જાહેર કર્યુ છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના વરદ્ હસ્તે ૧૬મી સિંહ વસ્તી આજ-૨૦૨૫ના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા. જેમાં પોરબંદર વનવિભાગ હેઠળ આવેલા બરડા અભ્યારણ્ય વિસ્તારમાં સિંહોની સંખ્યા નર-૧, માદા-૫, પાઠડા- ૨ અને બચ્ચા-૯ એમ મળીને કુલ ૧૭ સિંહનો પરિવાર બરડા અભ્યારણ્યના જંગલ ભાગમાં મુકત રીતે વિચરી રહેલ છે. આમ, ૧૪૩ વર્ષ બાદ તા. ૧૮-૧-૨૦૨૩ના રોજ સિંહ નર-૧, બરડા અભ્યારણ્યના જંગલ ભાગમાં કુદરતી રીતે વિચરણ કરતા આવી પહોંચેલ હતો. ત્યારબાદ વનવિભાગ દ્વારા સિંહ સંરક્ષણ અને સંવર્ધન માટે વિવિધ કાર્યો હાથ ધરવામાં આવેલા.
જેમાં ૮૬ જેટલા કૃત્રિમ પાણીના પોઇન્ટ આવેલ છે, ૧૦૦૦ હેકટર વિસ્તારમાં વન્ય જીવ રહેઠાણના સુધારણાના કામો કરવામાં આવ્યા. સિંહના મોનીટરીંગ માટે ૧૨ ટ્રેકરો, ૧ વેટરનરી ડોકટર તથા ૨ લાઇવસ્ટોક ઇન્સ્પેકટરની ભરતીઓ કરવામાં આવી. વધુમા તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધારવા હર્બીવોર ટ્રાન્સલોકેશન પ્રોગ્રામ હેઠળ ગીરના જંગલ વિસ્તારમાંથી બરડા અભ્યારણ્ય જંગલમાં તબકકાવાર કુલ ૩૦૦થી વધુ ચિત્તલોને હાલ મુકત કરવામાં આવેલ છે.
તેમજ બરડા અભ્યારણ્ય વિસ્તારમાં સાંભર અને ચિત્તલ બ્રિડિંગ સેન્ટર પણ આવેલ છે. જેમાંથી પણ તૃણાહારી પ્રાણીઓ અને સમયાંતરે બરડા અભ્યારણ્ય જંગલ ભાગમા મુકત કરવામાં આવેલ છે.
વિશેષમાં વન્યપ્રાણીઓના રક્ષણ માટે રેવન્યુ વિસ્તારમાં ખુલ્લા કુવાને ફરતે પેરાપેટ વોલ તથા ખેડુતભાઇઓ માટે મંચાણ બનાવી આપવામાં આવે છે. તથા વન્યપ્રાણીઓ વિશે વધુ માહિતગાર થાય તે માટે વિવિધ અવેરનેશ પ્રોગ્રામ કરવામાં આવે છે. આમ, વિવિધ સંરક્ષણના પ્રયાસો અને જનભાગીદારીથી આજે બરડા અભ્યારણ્ય સિંહોના બીજા ઘર તરીકે પુન: પ્રસ્થાપિત થઇ રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામજોધપુર પંથકને માવઠાનો માર: એક ઇંચ વરસાદ ખાબકતા ખેડુતોના હાલ બેહાલ...
May 23, 2025 01:17 PMરંગમતિ ડીમોલીશન પાર્ટ-૨: ૩૩ બાંધકામો પર બુલડોઝર
May 23, 2025 01:15 PMદડીયા ગામમાં મહિલા બુટલેગરનું ગેરકાયદેસર મકાન તોડી પડાયું
May 23, 2025 01:01 PMખંભાળીયામાં અસામાજીક તત્વો દ્વારા કરાયેલ ગેરકાયદે બાંધકામો પર તંત્રનું બુલડોઝર
May 23, 2025 12:41 PMદૂધ-ખાદ્ય તેલના ભાવથી રસોડાનું બજેટ ખોરવાયું, સસ્તા દાળ અને શાકભાજીએ રાહત આપી
May 23, 2025 12:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech