સિહોરના તાલુકાના ઘાંઘળી ગામે વૃદ્ધાની હત્યાના મામલે સિહોર પોલીસે આ જ ગામના શખ્સને ઝડપી લીધો હતો. વૃદ્ધાએ શખ્સને રેડિયો રીપેર કરવા બોલાવ્યો હતો ત્યારે રેડિયોના વાયર વડે વૃદ્ધાને ગળેટૂંપો આપી હત્યા નીપજાવી હોવાની શખ્સે કબૂલાત આપી હતી.
સિહોર તાલુકાના ઘાંઘળી ગામે રહેતા અને એકલવાયું જીવન જીવતા ચંદ્રબાલાબેન ઉર્ફે ચંદ્રીકાબેન કૃષ્ણલાલ ઉપાધ્યાય પોતાના ઘરે મૃત મળી આવતા જેનું મોત શંકાસ્પદ લાગતા ફોરેન્સીક પી.એમ. કરાવતા વૃદ્ધાનું મોત ગળુ દબાવી દેવાથી થયેલ હોવાનું ખુલતા સિહોર પોલીસએ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦૪ ૭૨૫૦૨૦૬ બી.એન.એસ કલમ-૧૦૩(૧) મુજબનો અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
દરમ્યાન સિહોર પોલીસના પી. આઈ. બી.ડી.જાડેજા દ્વારા અલગ અલગ ટીમો બનાવી બનાવવાળી જગ્યા તેમજ આજુ બાજુના સી.સી.ટી.વી કેમેરા ચેક કરવામાં આવેલ તેમજ ઘાંઘળી ગામે ચંદ્રબાલાબેન ઉર્ફે ચંદ્રીકાબેન કૃષ્ણલાલ ઉપાધ્યાયના મકાનની આજુ બાજુમાં રહેતા તેમજ વૃધ્ધાના ઘરે અવારનવાર અવર જવર કરતા લોકોની ઉંડાણ પૂર્વક પુછપરછ કરતા તેમજ હ્યુમન સોર્સીસથી હકીકત મળેલ કે વૃદ્ધાની હત્યા તેની પડોશમાં રહેતા દિશાંતગીરી દર્શન મહેશગીરી ગોસ્વામીએ કરેલ હોવાનું જાણવા મળતા આરોપીને ભાવનગર વલ્લભીપુર રોડ ઉપરથી પકડી પોલીસ મથકે લાવી યુક્તી પ્રયુક્તિથી પુછપરછ કરતા તેણે વૃધ્ધા પોતાના ચારીત્ર્ય બાબતે પોતાની શેરીમાં પોતાને બદનામ કરેલ હોય જેથી ત્રણ દિવસ પૂર્વે બપોરના સમયે વૃધ્ધાએ પોતાને રેડીયો રીપેર કરવા ઘરે બોલાવેલ ત્યારે વૃધ્ધાના એકલતાનો લાભ લઇ રેડીયાના કેબલ(વાયર)થી ગળુ દબાવી મોત નિપજાવેલ હોવાની કબૂલાત આપતા દિશાંતગીરી દર્શન મહેશગીરી ગોસ્વામી (ઉ.વ.૨૦ ધંધી ડ્રાઇવિંગ રહે. પાંચળી ગામ તા.શિહોર જી.ભાવનગર)ની ધરપકડ કરી હતી.
આ કામગીરીમાં સિહોર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ બી.ડી.જાડેજા તથા પો.સબ.ઇન્સ બી.બી.સોલંકી (સોનગઢ પો.સ્ટે) તથા પી.સબ.ઇન્સ આઇ.કે.ડોડીયા તથા પો.છબ.ઇન્સ એન.કે.મકવાણા તથા હેડ.કોન્સ રાજેન્દ્રસિહ મોરી તથા પ્રધુમનસિંહ ગોહિલ તથા હિતેશગીરી ગૌસ્વામી તથા પો.કોન્સ પો.કોન્સ મહેશગીરી ગૌસ્વામી તથા પો.કોન્સ અશોકસિંહ ગોહિલ તથા પો.કોન્સ ધનશ્યામભાઈ હુંબલ તથા પો.કોન્સ મુકેશભાઇ સાંબડ તથા પો.કોન્સ હરપાલસિંહ સરવૈયા તથા પો.કોન્સ લાલજીભાઇ સોલંકી તથા ધનંજયસિંહ ગોહિલ વિગેરે જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech