BREAKING NEWS

રાજકોટમાં ધોળા દિવસે 27 વર્ષના યુવકની હત્યા, અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકી પતાવી દીધો, લોહીનું ખાબોચીયું ભરાયું

  • September 24, 2026 04:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરના ભક્તિનગર સર્કલે આજરોજ સરાજાહેર યુવાનને છરીના આડેધડ ઘા ઝીંકી હત્યા કરી નાખ્યાનો બનાવ બનતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ બનાવસ્થળે દોડી ગયા હતા. ભક્તિનગર સર્કલે બપોરના સમયે સહકાર મેઇન રોડ રહેતા વિમલ ધર્મેશભાઇ વાણીયા(ઉ.વ.૨૭) નામના યુવાનને અજાણ્યા શખસો સાથે બોલાચાલી થયા બાદ તેને છરીના આડેધડ ઘા ઝીંકી દેતા યુવાન લોહીલુહાણ હાલતમાં અહીં ફસડાઇ પડયો હતો બાદમાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડયો હતો. જયાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા બનાવ હત્યામાં પલટાયો હતો. યુવાનની હત્યા કરનાર શખસો કોણ અને હત્યા પાછળનો ઈરાદો શું? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

હત્યાના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શહેરના ભક્તિનગર સરકારે આજરોજ બપોરના સમયે યુવાનને છરીના આડેધડ ઘા ઝીંકી તેના પર ખુની હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલો યુવાન અહીં લોહીલુહાણ હાલતમાં ખસેડયો પડ્યો હતો. બનાવની જાણ થતા 108 ની ટીમ તથા ભક્તિનગર પોલીસ મથકનો સ્ટાફ બનાવસ્થળે દોડી ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવાનને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ અહીં સારવાર કારગત નિવડે તે પૂર્વે યુવાનનું મોત થયું હતું. જેથી બનાવ હત્યામાં પલટાયો હતો.

સરાજાહેર થયેલા હત્યાના આ બનાવને લઈ ડીસીપી ઝોન- ૧ હેતલ પટેલ, ભક્તિનગર પોલીસ મથકના પીઆઇ જે.ડી. પરમાર, પીએસઆઇ એસ.એચ. ગોહિલ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને આસપાસ તપાસ શરૂ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં હત્યાના ભોગ બનનાર યુવાનનુ નામ વિમલ ધર્મેશભાઈ વાણીયા (ઉ.વ. 27) હોવાનું અને તે સહકાર રોડ પર રહેતો હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાસ્થળે હાજર લોકોમાં થતી ચર્ચા મુજબ યુવાન આજરોજ અહીં ભક્તિનગર સર્કલે આવ્યો હતો. દરમિયાન કોઈ શખસો સાથે તેને પ્રથમ બોલાચાલી થઈ હતી બાદમાં બંને વચ્ચે ગાળગાળી થઈ હતી. ત્યારબાદ આ હુમલાખોરે નેફામાંથી છરી કાઢી યુવાને છરીના ચારથી વધુ ઘા ઝીંકી દીધા હતા જેથી યુવાન અહીં જ ઢડી પડ્યો હતો.

સરાજાહેર યુવાનની હત્યા કરી નાસી ગયેલો હુમલાખોર કોણ અને તેને શોધી કાઢવા પોલીસે તપાસ હાથ ધરી છે. સરાજાહેર યુવાનની હત્યા કરવા પાછળનું કારણ શું તે અંગે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. ઘટનાની જાણ થતા યુવાનના પરિવારજનો હોસ્પિટલે પહોંચ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application