રાજકોટ શહેરના બાબરીય કોલોની વિસ્તારમાં પાણી ઢોળવા બાબતે બે પરિવાર વચ્ચે ઝગડો થતા યુવક અને તેના કાકાને વાઘના નખ મારી દેતા બંનેને ઇજા થવાથી સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.
મૂળ યુપીના અને હાલ બાબરીયા કોલોનીમાં ભાડાના મકાનમાં રહેતા ઉમેશ જગરામપ્રસાદ વર્મા (ઉ.વ.28)નનો યુવક ગઈકાલે ઘરે હતો ત્યારે નીચેના મકાનમાં રહેતો રાહુલ બિહારી, તેની પત્ની નિશા, તેની બહેન પુષ્પા અને પુષ્પાના પતિ સહિતનાએ યુવક અને તેના પરિવારને ગાળો ભાંડી હતી. ગાળો આપવાની ના કહેતા રાહુલે વાઘ નખ વડે હુમલો કરતા યુવકને ઇજા થઇ હતી છોડાવવા વચ્ચે પડેલા યુવકના કાકા તિલકરામને પણ વાઘ નાખ મારતા માથામાં ઇજા થવાથી લોહી નીકળતા બેભાન થઇ ગયા હતા. રાહુલ પત્ની, બહેન અને તેના પતિએ ઢીકાપાટુનો મારમારી પરિવારના સભ્યો સાથે ઝપાઝપી કરી હતી. લોકોના ટોળા એકઠા થઇ જતા રાહુલ અને તેનો પરિવાર ચાલ્યા ગયા હતા.
બાદમાં 108ને જાણ કરતા યુવક અને તેના કાકાને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસને જાણ કરતા પોલીસે યુવકની ફરિયાદના આધારે રાહુલ બિહાર વાળો, તેની પત્ની નિશાબેન, બહેન પુષ્પા અને પુષ્પાના પતિ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં અને ફરિયાદીના કહેવા મુજબ યુવક ઉપરના માળે રહેતો હોય અને રાહુલ અને તેનો પરિવાર નીચેના માળે રહે છે, સવારે ઉમેશના માતા જગરાણી દેવો દાદરો ધોતા હતા ત્યારે તેનું પાણી નીચે જતા આ વાતને લઈને ઝગડો કરી હુમલો કર્યો હતો. આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.