જિલ્લા યુવા ભાજપ પ્રમુખના નાના બહેનના અકાળે નિધનથી ઘેરા શોકની લાગણી
જામનગર અને દેવભુમી દ્વારકા જીલ્લામાં હૃદય રોગના હુમલાના બનાવો દિન પ્રતિદિન વધતા જાય છે, ત્યારે દેવભુમી દ્વારકા જીલ્લાના ભાજપના પ્રમુખના નાના બહેન યોગીતાબા વાઢેર (ઉ.વ.27)નું હાર્ટએટેકના કારણે મૃત્યુ થતા ખંભાળીયા પંથકમાં શોકનુ મોજુ ફરી વળ્યું છે.
જાણવા મળતી વિગત પ્રમાણે યોગીતાબા વાઢેરને અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો હતો અને તે જીવલેણ નિવડયો હતો, તેઓ વિજયસિંહ કરશનજી વાઢેર ગાગાવાળાના દિકરી અને જીલ્લા યુવા ભાજપના પ્રમુખ વનરાજસિંહ વિજયસિંહ વાઢેરના બહેન થાય છે તેના નિધનથી ભાજપના કાર્યકરો યોગીતાાબાના ઘેર દોડી ગયા હતા અને કુટુંબીજનોને શાંત્વના આપી હતી.
સ્વ. યોગીતાબા વાઢેરની સ્મશાન યાત્રા આજે બપોરે 3 વાગ્યે ખંભાળીયા ખાતેથી નીકળી હતી જેમા મોટી સંખ્યામા લોકો જોડાયા હતા આમ દેવભુમી દ્વારકા જીલ્લામાં ફરીથી નાની વયે યુવતિનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech