BREAKING NEWS

મોરબીમાં અપમૃત્યુના 3 બનાવો, તળાવના પાણીમાં ડૂબી જતા માસૂમનું મોત

  • August 29, 2026 10:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી તાલુકામાં અપમૃત્યુના ત્રણ બનાવો, તળાવના પાણીમાં ડૂબી જતા માસૂમનું મોત

મોરબી શહેર અને તાલુકામાં આપઘાત તેમજ અપમૃત્યુના બનાવોમાં ત્રણના મોત થયા હતા જેમાં ચાર વર્ષનું બાળક રમતા રમતા તળાવના પાણીમાં ડૂબી જતા મોત થયું હતું..પ્રથમ બનાવમાં મોરબી તાલુકાના જીવાપર ગામે રહેતા ગોપાલ બળદેવભાઈ હમીરપરા (ઉ.વ.૦૪) નામના બાળક મકાન સામે રમતા રમતા તળાવના પાણીમાં ડૂબી જતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે તપાસ ચલાવી છે..બીજા બનાવમાં મોરબીના ઉમા ટાઉનશીપ પાસે ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા અમૃતસિંહ દાનુભા જાડેજા (ઉ.વ.૩૪) નામના યુવાને પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું..ત્રીજા બનાવમાં મોરબીના વિસીપરા ફૂલછાબ કોલોનીમાં રહેતા મકવાણીયા ઉસ્માનભાઈ વલીભાઈ (ઉ.વ.૪૪) નામના આધેડ પોતાના ઘરે બાથરૂમ બહાર બેભાન હાલતમાં મળી આવ્યા હતા અને હોસ્પિટલ લઇ જતા ડોકટરે મૃત જાહેર કર્યા હતા મોરબી તાલુકા અને બી ડીવીઝન પોલીસે ત્રણેય બનાવો મામલે તપાસ ચલાવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application