ઉમરગામના રહેવાશી સાથે છેતરપીંડીની ફરીયાદ : મેડીકલમાં પ્રવેશ માટે આવતા ફોન સામે ચેતવણીપ કિસ્સો
જામનગરની મેડીકલ કોેલેજમાં એડમીશન અપાવી દેવાના બહાને ૩.૧૦ લાખ પડાવી લીધાની એજન્ટ, મહિલા સહિત ૩ સામે ફરીયાદ નોંધાવવામાં આવી છે.
ઉમરગામના દહાડ ગામે ભાગયોદય સોસાયટીમાં પવન બ્રહ્મદેવસિંઘ પરિવાર સાથે રહે છે પવનસિંઘના પુત્ર કિશનને વર્ષ ૨૦૨૪માં નીટની પરીક્ષા પાસ કર્યા બાદ મેડીકલ કોલેજમાં એડમીશન બાબતે અલગ અલગ એજન્ટોના ફોન આવતા હતા. પવનસિંઘે તા. ૩૧-૮ના રોજ એજન્ટના મોબાઇલ પર ફોન કરતા એક મહિલાએ મેડીકલ સિલેકશન વાલી કંપની મે રિસેપનિસ્ટ બોલ રહી હું, આપકે લડકે કા ગુજરાત મે અચ્છે સે અચ્છા કમ ફી વાલા કોલેજ મે એડમીશન કરા દેંગે એમ જણાવી રજીસ્ટ્રેશન પેટે ા. ૧૦ હજાર મોકલવા જણાવ્યુ હતું.
જેથી પવનસિંઘે ા. ૧૦ હજાર ઓનલાઇન મોકલી દીધા હતા, ત્યારબાદ મહિલાએ કાઉન્સીલર અનુભવસિંઘના નંબર મોકલી વાતચીત કરવા જણાવ્યુ હતું, પવનસિંઘે અનુભવસિંગ સાથે વાચતીચ કરતા તેણે પુત્રના નીટનું રિઝલ્ટ મોકલવા કહેતા પરિણામ મોકલી આપ્યુ હતું, અનુભવસિંગે સરકારી મેડીકલ કોેજમાં એડમીશન અપાવવાનું કહી પવનસિંઘ અને પુત્ર કિશનને જામનગર બોલાવી વાતચીત કરી ા. ૪ લાખ થશે એમ જણાવ્યુ હતું જેથી પવનસિંઘ ા. ૩ લાખ ટ્રાન્સફર કરી દીધા હતા. અનુભવસિંગ જામનગરની એમ.પી.શાહ મેડીકલ કોલેજમાં લઇ જઇ કિશનનું એડમીશન ફોર્મ ભરી સિલેકશન લિસ્ટમાં આપકે લડકે કા નામ આ જાયેગા એમ કહેતા પિતા-પુત્ર પરત ઉમરગામ આવી ગયા હતા.
જોકે ઓકટો. ૨૪માં સિલેકશન યાદી જાહેર થઇ હતી જેમાં કિશનરાજ જામનગરને બદલે દાહોદની મેડીકલ કોલેજમાં પુત્રને એડમીશન મળતા પવનસિંઘ આશ્ર્ચર્યમાં મુકાયા હતા, પવનસિંઘે અનુભવસિંગ અને મહિલાને વારંવાર ફોન કરવા છતા એકેય ફોન ઉઠાવ્યા ન હતા, આખરે પોતાની સાથે વિશ્ર્વાસઘાત છેતરચીંડી થઇ હોવાો અહેસાસ થતા પવનસિંઘે સાયબર ક્રાઇમમાં ઓનલાઇન ફરીયાદ કરી હતી આ મામલે ઉમરગામ પોલીસે અનુભવસિંગ, પ્રણવસિંગ અને મહિલા સામે ગુનો નોંઘ્યો હતો.