રાજકોટના સોની બજારમાંથી 26 જુલાઈ 2023ના રોજ દેશ વિરૂદ્ધી પ્રવૃત્તિ કરતા ત્રણ આતંકવાદીઓ અબ્દુલ શકુરઅલી શેખ, અમન સીરાદ મલીક, શફનવાજ એબુ શાહીદને સેશન્સ કોર્ટે અંતિમ શ્વાસ સુધીની કેદ સજા અને 10 હજારનો દંડ ફટકાર્યો છે. આ ત્રણેય રાહ-એ-હિદાયત નામના ગ્રુપમાં જોડાઈ કાશ્મીરીઓ માટે સરકાર વિરૂદ્ધ જનતાને ભડકાવવા માટે હથિયારો અને કુરાનની હિદાયતો આપતા હતા.
રાજકોટ ખાતે આવી રાહ-એ-હિદાયત નામના ગૃપમા જોડાઈને કશ્મીરીઓ માટે સરકાર વિરૂધ્ધ આમ જનતાને ભડકાવવા માટે હથિયારો અને કુરાનની હિદાયતો આપતા ત્રણેય શખ્સો રાજકોટના રેલ્વે સ્ટેશન પાસેથી પકડાઈ જતા અદાલતે સખ્ત અભિગમ અપનાવ્યો છે.
તા.૨૬/૦૭/૨૦૨૩ના રોજ અમદાવાદ એન્ટી ટેરરીસ્ટ સ્કવોડ (ATS)ને બાતમી મળી હતી કે, રાજકોટ ખાતે સોની બજારમા નોકરી કરતા અલકાયદા તઝીમનો પ્રચાર કરતા 3 શખ્સો ભારત વિરોધી ઝેર ઓકવા માટે મોબાઈલ ફોનો તથા અન્ય વસ્તુઓનો ઉપયોગ કરે છે. આ બાતમીના આધારે તા. ૩૧/૦૭/૨૦૨૩ના રોજ આ ત્રણેય શખ્સો ઝડપાઈ જતા તેની સામેનો કેસ પુરવાર થતા ત્રણેયને નામ સેશન્સ અદાલતે અતિમ શ્વાસ સધીની સખ્ત કેદની સજા અને રૂ. ૧૦,૦૦૦/- નો દંડ ફરમાવેલ છે.
શું છે સમગ્ર કેસ?
આ કેસની હકિકત એવા પ્રકારની છે કે, અમદાવાદ એટીએસને તા.૨૬/૦૭/૨૦૨૩ના રોજ બાતમી મળી કે, પશ્ચિમ બંગાળના વતની અમન સીરાજ મલીક (ઉં.વ.૨૩, રહે. હુગલી, પશ્ચિમ બગાળ)) અબ્દુલ શકુરઅલી શેખ (ઉં.વ.ર૦, રહે. જિલ્લો-વર્ધમાન, પશ્ચિમ બંગાળ) અને શફનવાજ એબુ શાહીદ (ઉં.વ.૨૩, જિલ્લો- વર્ધમાન, પશ્ચિમ બંગાળ )નામના ત્રણ શખ્સો રાજકોટ ખાતે સોની બજારમાં મજુરી કામ કરી મસ્જિદમાંથી દેશ વિરોધી જેહાદી પ્રચાર કરે છે અને તે અર્થે વોટ્સએપ તથા મુસ્લીમ સાહિત્યનો ઉપયોગ કરે છે.
આ માહિતી મળતા એટીએસ અમદાવાદે નાયબ પોલીસ અધિક્ષકને અધિકૃત કરી રાજકોટ ખાતે તપાસ કરવા મોકલતા તેઓને તા. ૩૧/૦૭/૨૦૨૩ના રોજ ત્રણેય ઈસમોની માહિતી મળેલ જે મુજબ અબ્દુલ શકુરઅલી શેખ અને અમન સિરાજ મલીકને બે પંચોની હાજરીમા રાજકોટ રેલ્વે સ્ટેશન, પાર્સલ ઓફિસ પાસેથી પકડી પાડેલ. આ સમયે અબ્દુલ શકુરઅલી શેખ પાસેથી બેગમાંથી એક પિસ્ટલ અને કાર્ટીસો મળી આવેલ હતી. તે જ રીતે અમન સિરાજ મલીક પાસેથી મોબાઈલ ફોન તથા સીમ કાર્ડ મળી આવેલ. જે મોબાઈલ ફોનમા સરકાર વિરોધી પ્રચારના લખાણો અને રાહે-એ-હિદાયત નામના ગ્રુપની દેશ વિરોધી પ્રવૃતિઓની વિગતો મળી આવેલ.
એટીએસને મળેલી માહિતી મુજબ આ પ્રવૃતિમા ત્રણ ઈસમો સંકળાયેલા હતા. જેથી ત્રીજા ઈસમની પૂછપરછ કરતા આ ત્રીજો ઈસમ શફનવાજ એબુ શાહીદ સોનીબજારમાં કૃષ્ણકૂંજ નામના બિલ્ડિંગમાં રહેતો હોવાનું જણાયેલ. આ સમયે ફરિયાદી નાયબ પોલીસ અધિક્ષક હર્ષ ઉપાધ્યાયે બંને ઈસમોને રેલ્વે સ્ટેશન પાસે પોલીસ કસ્ટડીમાં જેમને તેમ રાખી ત્રીજા ઈસમના ઘરે રેડ કરતા ત્રીજો ઈસમ પણ મળી આવેલ. આ ત્રીજા ઈસમ પાસેથી પણ દેશ વિરોધી પ્રવૃતિનુ સાહિત્ય મળી આવ્યું હતું.
ચાર્જશીટ બાદ ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ કેસ ચાલતી વખતે બચાવ લેવામાં આવેલ કે, રાહ-એ-હિદાયત ગ્રુપ દેશ વિરોધી કે ત્રાસવાદી ગ્રુપ નથીય તેમજ મસ્જીદમા આવનાર ઘણા મુસ્લીમ ભાઈઓએ જણાવેલ છે કે, આ ત્રણેય ઈસમોને દેશ વિરોધી પ્રવૃતિ કરતા તેઓએ ક્યારેય જોયેલ નથી. આ કારણોસર ત્રણેય આરોપીઓ સામેનો ગુનો પુરવાર થતો નથી.
સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ એસ. કે. વોરાએ રજૂઆત કરતા જણાવેલ હતું કે, આરોપીઓ પાસેથી મળી આવેલ મોબાઈલ ફોનમાં વોટ્સએપ ચેટિંગના વાર્તાલાપથી સાબિત થાય છે કે તેઓ મુસ્લીમ સમાજના ચોક્કસ વર્ગને દેશ વિરોધી પ્રવૃતિઓ માટે ઉચકાવે છે. આ ઉપરાંત તેઓ પાસેથી મળી આવેલ આ મોબાઈલ ફોનો તથા પિસ્ટલ અને કાર્ટીસો અગે કોઈ જ ખુલાસો કે ઈન્કાર નથી જે સાબિત કરે છે કે આ ત્રણેય ઈસમો કોઈને કોઈ ગુનાહિત પ્રવૃતિ સાથે સંકળાયેલા છે.
વધુમાં જણાવ્યું હતું કે, આરોપીઓએ પોતાના બચાવમા જે બે મુસ્લીમ શખ્સોની સાહેદ તરીકે જુબાની લેવડાવી બચાવ ઉભો કરેલ છે કે આ ત્રણેય આરોપી ઈસમો મસ્જીદમાંથી કયારેય પણ દેશ વિરોધી પ્રચાર કરતા જણાયા નથી. આ બાબતે જિલ્લા સરકારી વકીલ વોરાએ બચાવ પક્ષના સાહેદોની ઉલટ તપાસ કરીને સાબિત કરેલ કે બચાવપક્ષના આ બને સાહેદો દિવસ દરમ્યાન નમાજ માટે મસ્જીદમા ફક્ત ૧૫-૨૦ મિનિટ જ જતા હતા. દિવસ દરમિયનના બાકીના કલાકોમા જુદા જુદા સમયે થતી નમાજ વખતે ત્રણય આરોપીઓ શુ પ્રવૃતિઓ કરે છે તે આ બન્ને સાહેદોને કોઈ જાણકારી ન હતી.
અંતિમ શ્વાસ સુધીની આજીવન કેદની સખ્ત સજા અપાવવા માટે સરકાર તરફે વોરાએ રજુઆત કરતા જણાવેલ હતું કે આ ત્રણેય આરોપીઓના માનસ ઉપર જેહાદી પરીબળો દ્વારા દેશ વિરોધી વિચારસરણી લાદી દેવામા આવે છે. આ કારણે આ ત્રણેય આરોપીઓને જો ઓછી સજા કરવામા આવે તો જેલમાથી બહાર આવતા જ આ ત્રણેય ઈસમોનો ત્રાસવાદી સંગઠનો દ્વારા વધુ ગંભીર ગુનાઓ માટે ઉપયોગ કરવામા આવશે. આ ત્રણેય ઈસમો બંગાળના રહેવાસી હોવા છતાં રાજકોટ આવી કાશ્મીર અગેની પરિસ્થિતિ બાબતે સરકાર વિરોધી દુષ્પ્રચાર કરે છે આથી આ ઈસમોને બીજી કોઈ તક ન મળે તે જોવુ ખાસ જરૂરી છે.
સરકાર પક્ષના આ મુજબના રજુ થયેલ કેસના અંતે નામદાર અધિક સેશન્સ જજ આઈ.બી.પઠાણે ત્રણેય આરોપીઓને તકસીરવાન ઠરાવી અંતિમ શ્વાસ સુધીની આજીવન સખ્ત કેદની સજા અને રૂ. ૧૦,૦૦૦નો દડ ફરમાવેલ છે. આ કેસમા જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ કે. વોરા રોકાયેલા હતા.