રાઇટ ટુ એજ્યુકેશન એકટ હેઠળ જિલ્લામાં ૭ર૭૦ ફોર્મ ભરાયા, ૨૨૦૭ ફોર્મ રદ્દ
રાઈટ ટુ એજયુકેશન હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારના બાળકોને ખાનગી શાળામાં પ્રવેશ માટે જામનગર શહેર-જિલ્લામાંથી ૭૨૭૦ ફોર્મ ઓનલાઈન ભરાયા છે. જેમાં ૨૨૦૭ ફોર્મ રદ થયા છે અને માન્ય રહેલા ૫૦૬૩ ફોર્મ પૈકીના ૧૯૯૭ બાળકોને ખાનગી શાળામાં પ્રવેશ અપાશે. જયારે ૩૦૬૬ બાળકો ખાનગી શાળામાં ફ્રી પ્રવેશથી વંચિત રહી જશે.
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોના સંતાનો એક પણ રૂપિયો ફી ભર્યા વિના ખાનગી શાળાઓમાં શિક્ષણ મેળવી શકે તે માટે સરકાર દ્વારા આર.ટી.ઈ. કાયદા અંતર્ગત નિયમ મુજબ ખાનગી શાળામાં પ્રવેશ આપવામાં આવે છે. જેમાં જામનગર શહેરમાં વધુમાં વધુ ૭૩૭ બાળકોને દર વર્ષે ખાનગી શાળાઓમાં પ્રવેશ આપી શકવાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જો કે તેની સામે આ વર્ષે ૪૯૯૮ ફોર્મ ભરાયા છે. જેમાં ૧૪૨૨ ફોર્મ રદ થતાં ૩૨૭૬ ફોર્મ માનય રહ્યા છે. જેમાંથી ૭૩૭ બાળકોને ખાનગી શાળામાં પ્રવેશ મળશે અને ૨૫૩૯ બાળકો ખાનગી શાળામાં પ્રવેશથી વંચિત રહી જશે.
તો આ જ રીતે ગ્રામ્ય વિસ્તારોમાં ખાનગી શાળામાં પ્રવેશ માટે ૧૨૯૦ બેઠક આર.ટી.ઈ.મારફતે ભરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેની સામે ૨૫૭૨ ફોર્મ ભરાયા હતાં. જેમાં ૭૮૫ ફોર્મ રદ થયા હતાં અને ૧૭૮૭ ફોર્મ માન્ય રહ્યા હતાં. એટલે કે, ૫૨૭ બાળકોને ખાનગી શાળામાં પ્રવેશ મળશે નહીં.
આમ જામનગર શહેર-જિલ્લામાં ફ્રી ખાનગી શાળામાં પ્રવેશ મેળવવા માટે ૭૨૭૦ ફોર્મ ભરાતા ૨૨૦૭ફોર્મ રદ થયા છે. માન્ય રહેલા ૫૦૬૩ ફોર્મમાંથી ૧૯૯૭ બાળકોને ખાનગી શાળાઓમાં પ્રવેશ મળશે. જ્યારે ૩૦૬૬ બાળકો ખાનગી શાળામાં પ્રવેશથી વંચિત રહી જશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરણમલ તળાવ ગેઇટ નં. ૯થી ન્યુ સ્કુલ તરફનો રસ્તો વધુ ચાર મહીના બંધ
May 01, 2025 05:54 PMજબ્બર વિરોધ થતા કચરાની દરખાસ્ત પેન્ડીંગ રાખતી સ્ટે. કમિટી
May 01, 2025 05:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech