BREAKING NEWS

રાજકોટવાસીઓ બહારનું ખાતા પહેલા ચેતજો, 41 દુકાનોમાં ચેકિંગ, 32 કિલો વાસી ખોરાક મળ્યો; જય હિન્દ મદ્રાસ કાફે સીલ

  • August 04, 2026 03:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં કસ્તુરબા માર્ગ ઉપર રજપૂત બોર્ડિંગ પાસે બીલખા પ્લાઝા સામે આવેલ જય હિન્દ મદ્રાસ કાફે પેઢીને સીલ કરવામાં આવી હતી. મ્યુનિ. ફૂડ બ્રાન્ચની ટીમ દ્વારા પેઢીની તપાસ કરતા વાસી તથા અખાદ્ય ખોરાકનો સંગ્રહ જોવા મળ્યો હતો.ફ્રિજમાં ગંદકી, કિચનમાં દુર્ગંધવાળા વાતાવરણમાં ખુલા મસાલા તથા ખુલ્લો પ્રિપેર્ડ ફુડનો જથ્થો સંગ્રહિત હતો જેથી પેઢીને ફૂડ લાયસન્સ તેમજ હાઈજિનિક કન્ડિશન બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી તેમ રાજકોટ મહાનગરપાલિકાના સિનિયર ડેઝીગ્નેટેડ ફૂડ ઓફિસર ડો.હાર્દિક બી.મેતાએ જાહેર કર્યું હતું.


વધુમાં તેમણે ઉમેર્યું હતું કે,ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી અર્થે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કુલ મળી ૪૧ પેઢી-રેસ્ટોરન્ટની તપાસ કરી ૩૩ કિલો અખાદ્ય અને વાસી જથ્થો તેમજ ૧૨૦ લિટર એક્સપાયર કોલ્ડડ્રિંક્સનો નાશ કરી ૧૩ પેઢીને સ્ટોરેજ, લાઇસન્સ, હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપી કૂલ રૂ.૨૪ હજારનો દંડ વસૂલવામાં આવ્યો હતો.

આ ઉપરાંત નીચે મુજબની પેઢીઓમાં ચેકિંગ કરી સેમ્પલિંગ, નોટિસ બજવણી તેમજ દંડ વસૂલાત સહિતની કામગીરી કરાઇ હતી.

૧.શ્યામ એન્ડ કંપની: જૂનું માર્કેટ યાર્ડ, શોપ નંબર ઇ-૬૯ પેઢીને ફૂડ લાયસન્સ બાબતે નોટીસ આપી સ્થળ પરથી લાલ મરચા પાવડર લુઝ, ધાણાજીરું પાવડર લુઝ, શંખ મસાલા ટર્મરિક પાવડર ૫૦૦ ગ્રામ પેકિંગના સહિતના કુલ ત્રણ નમૂના લેવામાં આવ્યા હતા.

૨.ક્રીશ નમકીન: નુતન સૌરાષ્ટ્ર આદિવાસી શેરી નં.૨, મવડી બાયપાસ રોડ, ૨૨ કિલો દાજીયા તેલનો નાશ કરી હાઇજેનિક કન્ડિશન તથા લાયસન્સ બાબતે નોટીસ આપેલ તેમજ રૂ.ત્રણ હજારનો દંડ વસૂલ.

૩.સીતારામ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ: બાલાજી હોલ પાછળ, સરદાર પાર્ક સોસાયટી, શેરી નં.૧, ૧૫૦ ફૂટ રીંગ રોડ, હાઈજેનિક કન્ડિશન, સ્ટોરેજ તથા લાયસન્સ બાબતે નોટીસ, ૧૨૦ લિટરનો એક્સપાયર જથ્થો તેમજ ૧૦ કિલો પડતર લોટ નાશ કરી રૂ.૧૦૦૦નો દંડ વસૂલ

૪.બાલાજી છોલે ભટુરે: નંદી પાર્ક, લાયસન્સ બાબતે નોટિસ તેમજ રૂ.૧૦૦૦નો દંડ વસુલ
૫.ઉમા પાન એન્ડ કોલડ્રિક્સ: જ્યોતિ નગર મેઇન રોડ, લાયસન્સ બાબતે નોટિસ તેમજ રૂ.૫૦૦નો દંડ વસૂલ

6.રામ ડિલક્સ: જ્યોતિનગર મેઇન રોડ, લાયસન્સ બાબતે નોટિસ તેમજ રૂ.૫૦૦નો દંડ વસૂલ

૭.શ્રી સંત કૃપા ટી સ્ટોલ: લાયસન્સ બાબતે નોટિસ તેમજ રૂ.૫૦૦નો દંડ વસૂલ

૮.ન્યુ બોમ્બે સ્ટાઇલ ભેળ: લાયસન્સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂ.બે હજારનો દંડ વસુલ

૯.પટેલ પાન કોલ્ડ્રીક્સ: લાયસન્સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂ.પાંચ હજારનો દંડ વસૂલ

૧૦.શ્રી મોમાઈ હોટલ: લાયસન્સ બાબતે નોટિસ તેમજ રૂ.પાંચ હજારનો દંડ વસુલ

૧૧.જીજે ફાઇવ ગોલા: જ્યોતિ નગર મેઇન રોડને લાયસન્સ બાબતે નોટિસ તેમજ રૂ.પાંચ હજારનો દંડ વસુલ

૧૨.ક્રિષ્ના પાન એન્ડ કોલ્ડ્રીક્સ: નુતન સૌરાષ્ટ્ર આદિવાસી શેરી નં.૨, મવડી બાયપાસને ફૂડ લાયસન્સ બાબતે નોટિસ તેમજ રૂ.૫૦૦નો દંડ વસૂલ.

ઉપરોક્ત ઉપરાંત સ્થળ તપાસ કરેલી પેઢીઓમાં મવડી બાયપાસ પાસે બાપા સીતારામ ચોકમાં બાલાજી પંજાબી એન્ડ સાઉથ ઇન્ડિયન, પટેલ પાન એન્ડ કોલ્ડ્રિંક્સ, પટેલ પાન એન્ડ કોલ્ડ્રિંક્સ, ક્રિષ્ના ટી સ્ટોલ, ચામુંડા દાળ પકવાન, ખોડીયાર ડાઇનિંગ હોલ, ગેલ આઈ ટી સ્ટોલ,રામદેવ ઘૂઘરા, જ્યોતિનગર મેઈન રોડ ઉપર જી જે-૫ સેન્ડવીચ, શ્યામ ડીલક્ષ,પટેલ ડાઇનિંગ હોલ, મોમાઈ ગાંઠિયા, એમ.ડી.સેન્ડવીચ, શિવ ઢોસા, રાજ પાન એન્ડ કોલ્ડ્રિંક્સ તેમજ કસ્તુરબા માર્ગ ઉપર સેફાયર ફૂડ (પિઝા હટ) આર વર્લ્ડ (આઇનોક્સ) નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર, રાજપૂત બોર્ડિંગ સામે રસ્તા રોક પાન એન્ડ કોલ્ડ્રિંક્સ, દિલીપ પાન, જીતેન્દ્ર હોટલ, પૂજા મદ્રાસ કાફે, સરગમ ફૂડ, ચામુંડા લસ્સી ચૌધરી હાઇસ્કુલ પાસે, સરગમ ફૂડ ઝોન બિલખા પ્લાઝા, રાજસ્થાની ગુલ્ફીવાલા બીલખા પ્લાઝા, ઠાકરધણી હોટલ જુના માર્કેટ યાર્ડ પાસે સહિતની દુકાનોમાં ચેકિંગ કરાયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News