શહેરના માધવ દર્શન કોમ્પલેક્ષના દુકાનોની રેકોર્ડ ટ્રાન્સફર ફી, દસ્તાવેજની સ્ટેમ્પ ડયુટી સરકારમાં ન ભરવી પડે તેવા હેતુ સર ગુનાહીત કાવતરુ રચી એન.ટી.સી.ના જે તે સમયના પ્રમુખ અને મંત્રીની બનાવટી સહી કરી-કરાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી પાયાનું રેવન્યુ રેકોર્ડ નષ્ટ કરી કરાવી આશરે ૩૫૦ દુકાન-ઓફીસ ધારકોના હક્ક ડુબાડી છેતરપીંડી અને વિશ્વાસઘાત કરતા શોરૂમના માલિકે એન.ટી.સી. નાં પુર્વ પ્રમુખ સહીત ત્રણ સામે ગુનો દાખલ કરાવ્યો હતો.
વિધ્યાનગરના ચિતરંજન ચોકમાં રહેતા અને શહેરના માધવદર્શ કોમ્પલેક્ષમાં દિવ્યનિર્માણ જવેલ્સ શોરૂમ ધરાવતા દિવ્યવીરસિંહજી ઉર્ફે દિગ્વિજયસિંહજી જાડેજાએ નિલમબાગ પોલીસ મથકમાં વિમલ હરીભાઈ પટેલ, પ્રદ્યુમનસિંહ ઉર્ફે પદુભા થોરડી અજુભા ગોહીલ અને પંકજ ભાયાણી વિરુધ્ધ ફરીયાદ નોંધાવી હતી કે, શહેરના માધવ દર્શન નોન ટ્રેડિંગ કોર્પોરેશન (એન ટી સી) માં આવેલ દુકાન નંબર ૧૦૨ ની ૮ માલીકી હક્ક માટે એન.ટી.સી.ની જમીન અને બાંધકામ ફાળાની રકમ બોની ટ્રાવેલ્સ અમદાવાદ પાસેથી એન.ટી.સી.એ આશરે વર્ષ ૧૯૯૪ માં વસુલ લઈ બોની ટ્રાવેલ્સનાં નામે શેર સર્ટિફિકેટ અને એલોટમેન્ટ લેટર ઇસ્યુ કરવાનો ઠરાવ ૫ સાર કરી બોની ટ્રાવેલ્સ ના નામે શેર સર્ટિફિકેટ અને એલોટમેન્ટ લેટર ઈ સ્યુ કરેલ હોવા છતા આશરે ૧૯૯૬ ના વર્ષથી આજદીન સુધીમા આરોપીઓ વિમલ હરિભાઈ પટેલ, પ્રદ્યુમનસિંહ ઉર્ફે પદુભા થોરડી અજુભા ગોહીલ, એન.ટી. સી. નાં પુર્વ પ્રમૂખ પંકજ ભાયાણી (તમામ રહે.ભાવનગર) તમામે એક બીજાના મેળાપીપણામાં સુ-નિયોજીત કાવતરું ઘડી ગુનાહિત કૃત્ય આચરી એન.ટી.સી.માં આવેલ દુકાન નંબર ૧૦૨ નાં શેર સર્ટિફિકેટ અને એન.ટી.સી.નાં રેકોર્ડમાં નામ ટ્રાન્સફર કરાવવાની ફી ભરપાઈ કરવી ન પડે તેમ જ કાયદેસરના દસ્તાવેજની સ્ટેમ્પ ડયૂટી ગુજરાત સરકારને ભરપાઈ કરવી ન પડે તે હેતુથી અને ગુજરાત સરકારને સ્ટેમ્પ ડયુટીનાં નાણાંની રકમનો ચુનો ચોપડી આર્થિક નુકશાન પોહચડી, એન.ટી.સી.ને નામ ટ્રાન્સફર ફી ની રકમનો ગુજરાત સરકારને આર્થિક નુક્શાન પોહચાડી તમામે અનૈતિક અને અપ્રમાણિકપણે આર્થીક લાભ લેવાનાં ઈરાદે સુનિયોજિત ગંભીર ગુન્હાહિત કાવતરું રચી અનૈતિક અને અપ્રમાણિકપણે છેતરપિંડી કરવાના
સિક્કા કરી ફોર્જ, એલોટમેંટ લેટર તથા શેર સર્ટિ ફિકેટ તમામે એક બીજાના મેળાપીપણામાં પદુભા થોરડીના ધર્મપત્ની ગીતાબા પ્રઘુમસિંહ ગોહીલના નામે બનાવી એન.ટી.સી.ના જે તે સમયના પ્રમુખ અને મંત્રીની બનાવટી સહી કરી-કરાવી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો. તેમજ પદુભા થોરડી એન.ટી.સી. ના સભ્ય ન હોવા છતાં પોતાનો બદ ઈરાદો પાર પાડવાના હેતુથી દાદાગીરી કરી અપ્રમાણિક પણે પ્રમુખ બની હોદ્દાનો ગેરકાયદેસર રીતે લાભ લઈ એન.ટી.સી. નું અગત્યનું રેવન્યુ તથા આર્થિક નાશ કરવાના ઇરાદે રેકોર્ડ ગુમ કરી એન.ટી.સી.માં આવેલ આશરે ૩૫૦ ધારકોના માલિકી હક્ક પ્રસ્થાપિત અને પ્રમાણિત કરતું પાયાનું રેવન્યુ રેકોર્ડ નષ્ટ કરી કરાવી આશરે ૩૫૦ દુકાન-ઓફીસ ધારકોના હક્ક ડુબાડી તેઓને ભોગ બનાવી જાહેરમાં મોટા પાયે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી એન.ટી.સી.ના કેશ બેલેન્શ રૂપિયા ૧૮૧૫ રોકડાની ઉચાપત કરી તેના અંગત કામમાં વાપરી નાખી, એન.ટી. સી.માં ગેરકાયદેસર સ્થાવર મિલ્કતનો આર્થિક લાભ લઈને એન.ટી.સી.ને આર્થિક નુકશાન કરી-કરાવીને એન.ટી. સી. સાથે વિશ્વઘાત, છેતરપીંડી કરી હેતુસર ચેડાં કરી ખોટા બનાવટી સહી હતી. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech