BREAKING NEWS

રાજકોટમાં શુધ્ધ ઘી અને લાડુના 37 સેમ્પલ લેવાયા: 60 કિલો વાસી જથ્થાનો નાશ, 10 પેઢીને નોટિસ

  • September 18, 2026 03:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી અર્થે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કુલ મળી ૩૯ પેઢીની તપાસ કરી કુલ ૬૦ કિલો અખાદ્ય, વાસી જથ્થાનો નાશ કરી કુલ ૧૦ પેઢીને સ્ટોરેજ, લાઇસન્સ, હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપી કૂલ રૂ.૭૫૦૦નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવેલ તથા ૩૭ નમૂના લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.

રાજકોટ શહેરમાં કેવડાવાડી મેઇન રોડ, બોમ્બે આર્યનની બાજુમાં, રાજકોટ મુકામે આવેલ વોલ્ગા ઘી ડીપો પેઢીમાં એસ.ઓ.જી. રાજકોટ શહેર સાથે સંયુક્ત કાર્યવાહી દરમિયાન પેઢીમાં ઉત્પાદન કરી તેમજ વેચાણ માટે રાખેલ ઘીના કુલ છ નમુના નીચે મુજબની વિગતે લેવામાં આવ્યા હતા.

આ ઉપરાંત નીચે મુજબની દુકાનોમાં ચેકીંગ કાર્યવાહી કરાઇ હતી.


૧.ગુરુકૃપા સ્વીટ્સ: શ્રીજી સોસાયટી, શેરી નં.૧, બ્લોક નં.૧૦, નેહરુનગર, ૪૦ ફૂટ રોડથી મોતીચૂર લાડુનો નમૂનો લેવામાં આવેલ.

૨.સાક્ષી ગૃહ ઉદ્યોગ: તિરુપતિ સોસાયટી, શેરી નં.૨, કોઠારીયા રીંગ રોડ બાયપાસથી મોતીચૂર લાડુનો નમૂનો લેવામાં આવેલ.

૩.શ્રી ગજાનંદ સોનપાપડી ગૃહ ઉદ્યોગ: પ્લોટ નં.૫૧, જય સોમનાથ પાર્ક, શેરી નં.૧, રણુજા મંદિર પાછળ, કોઠારીયા મેઇન રોડથી સોનપાપડી,મોતીચૂર લાડુના નમૂના લેવામાં આવેલ.

૪.શ્યામ ડેરી ફાર્મ: શ્રીનાથજી ટાવર સામે, અંબા શક્તિ કોમ્પલેક્ષ, પંચવટી મેઇન રોડથી ચુરમાના લાડુ અને સ્પેશિયલ મોદકના નમૂના લેવામાં આવેલ.

૫.શિવશક્તિ ગૃહઉદ્યોગ: પ્લોટ નં.૧૮૩, જડેશ્વરપાર્ક, મુરલીધર ચોકડીની બાજુમાં, વેલનાથ, ખોખડદળ નદીની બાજુમાં, કોઠારીયાથી મોતીચૂર લાડુ (મીઠાઈ-લૂઝ) નો નમૂનો લેવામાં આવેલ.

૬.રસધારા સ્વિટ્સ એન્ડ સ્નેક્સ: શોપ નં.૫ ગ્રાઉન્ડ ફ્લોર, વિરાજ પ્રાઈમ, સત્યમ પાર્ક -૩, કોર્નર રોલેક્સ રોડ, કોઠારીયા રોડથી મોદક લાડુ અને મોતીચૂર લાડુના બે નમૂના લેવામાં આવેલ.

૭.ગજાનંદ જોધપુર સ્વીટ એન્ડ ફરસાણ: જલગંગા ચોક, કે.ડી કોમ્પ્લેક્સ, બ્રામણીયા પરા સામે, સંતકબીર રોડથી મોદક લાડુના બે સેમ્પલ લેવામાં આવેલ

૮.શિવશક્તિ ગૃહ ઉદ્યોગ: નવરંગપુરા -1/A, ભક્તિનગર રેલ્વે સ્ટેશન પાછળ, પોસ્ટલ કોલોની, રાજકોટ મુકામેથી (1)મોતીચૂર લાડુ (મીઠાઇ -લૂઝ) નો નમૂનો લેવામાં આવેલ.

૯.કૃપાનિધિ સ્વિટસ: સમ્રાટ ઇન્ડસ્ટ્રીયલ એરીયા, કનેરિયા ઓઇલ મીલની બાજુમાં, ગોકુલધામ મેઇન રોડથી મોદક લાડુનો નમૂનો લેવામાં આવેલ.

૧૦.મેઘમિલન ડેરી પ્રોડક્ટ એલએલપી: તિરુપતિ, કોઠારીયા કોલોની, ક્વાર્ટર નં.૫૧૭/૫૧૮/૫૧૯, નટેશ્વર મંદિર સામે, ૮૦ ફુટ રોડ, રાજકોટ મુકામેથી મીઠો માવો (લુઝ)નો નમૂનો લેવામાં આવેલ.

૧૧.શ્રી તિરુપતિ ડેરી ફાર્મ: હસનવાડી -૪, હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર સામે, બોલબાલા માર્ગથી મીઠો માવોનો નમૂનો લેવામાં આવેલ.

૧૨.માટેલ સ્વીટ એન્ડ નમકીન: નવા થોરાળા, રામનગર -૪, ૮૦ ફુટ રોડ, રાજકોટ મુકામેથી મીઠો માવોનો નમૂનો લેવામાં આવેલ.

૧૩.જય યોગેશ્વર ડેરી ફાર્મ: સોરઠીયાવાડી સર્કલ પાસે, કોઠારીયા રોડથી મીઠો માવોનો નમૂનો લેવામાં આવેલ.

૧૪.કુંજ ડેરી એન્ડ ફૂડ પ્રોડક્ટસ: હનુમાન મઢી પાસે, છોટુનગર, શેરી નં-૨, મુકામેથી વીર ઇન્ડિયન સ્વિટસનો નમૂનો લેવામાં આવેલ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News