BREAKING NEWS

જામનગરમાં બાકી વેરા સબબ ૪ મિલકત સીલ, એક આસામીનું નળજોડાણ કટ્ટ

  • November 05, 2026 01:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં બાકી વેરા સબબ ૪ મિલકત સીલ, એક આસામીનું નળજોડાણ કટ્ટ 

વેરાનું કરોડોનું લેણું વસૂલવા મિલકત વેરા શાખાની મથામણ, સતત ચેકીંગ 

૯૮ મિલકતની ચકાસણી, મહાનગરપાલીકા દ્વારા રૂ.૭.૪૪ લાખની વસૂલાત 

જામનગરમાં બાકી વેરા સબબ મનપા દ્વારા ૪ મીલકત સીલ અને એક નળજોડાણ કાપવામાં આવ્યું છે. મિલકત વેરા શાખાની ટીમે ૯૮ સ્થળે ચકાસણી કરી બાકી વેરાની રૂ.૭.૪૪ લાખની વસૂલાત કરી હતી. વેરાનું કરોડોનું લેણું વસૂલવા મિલકત વેરા શાખા દ્વારા મથામણ કરવામાં આવી રહી છે. 

જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા દ્વારા બાકી મિલકત વેરાની વસૂલાત માટે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તા. ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધીનો મિલકત વેરો નહીં ભરનાર અને નિયમોનુસાર વોરંટ તથા અનુસૂચિની બજવણી કરવા છતાં બાકી રકમ નહીં ચૂકવનાર મિલકતધારકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે ૩ નવેમ્બરના  કુલ ૯૮ મિલકતોની સ્થળ ચકાસણી કરાઇ હતી. જે અંતર્ગત રૂ.૭,૪૪,૦૯૦ની વસૂલાત કરવામાં આવી હતી. જયારે જયાબેન જીવરાજભાઇ પરમારનો રૂ.૨૨૯૨૦૧, વાંધા જીલુબેન મુસાભાઇનો રૂ.૧૪૮૪૨૫, ગુલાબરાય તુલસીદાસનો રૂ.૧૮૯૦૨૦નો વેરો બાકી હોય મિલકત સીલ કરાઇ હતી. જયારે યોગેન્દ્વ મગનલાલ ઓઝા કેર ઓફ ચેલારામ રાજપાલનો રૂ.૧૬૦૫૮૨ વેરો બાકી હોય નળ જોડાણ કટ કરાયું હતું. 

દરમિયાન, સ્થળ પરની વસૂલાત કામગીરી દરમિયાન બાકીદારો પાસેથી કુલ ચાર ડ્યુ ડેટના ચેક મેળવવામાં આવ્યા હતા, જેમાં ભરતભાઇ જે./ ચંદ્રીકાબને જે. રૂ.૩૫૧૨૪, મહેશભાઇ જેશાભાઇ કંડોરીયાએ રૂ.૩૨૫૦૦૦, મુકેશભાઇ મોહનભાઇના રૂ.૨૮૮૫૬૭, લક્ષ્મીબેન લાધાભાઇ કેર ઓફ ખોડાભાઇ એન.શિયારે રૂ.૨૩૮૦૦૦નો ડયુ ડેટાના ચેક આપ્યા હતાં. મહાનગરપાલિકાના કમિશનરની સૂચના અને આસિસ્ટન્ટ કમિશનર (ટેક્સ)ના માર્ગદર્શન હેઠળ મિલકત વેરા શાખાના સ્ટાફ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મનપા દ્વારા આગામી દિવસોમાં પણ બાકી મિલકત વેરો નહીં ભરનાર મિલકતધારકો સામે મિલકતો સીલ કરવા તથા નળ કનેક્શન કાપવા સહિતની કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.મમહાનગરપાલિકા દ્વારા તમામ મિલકતધારકોને પોતાનો બાકી મિલકત વેરો વહેલી તકે ભરપાઈ કરી સંભવિત દંડાત્મક તથા કાનૂની કાર્યવાહીથી બચવા અનુરોધ કરાયો છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application