મોરબી જીલ્લામાં સ્થાનિક પોલીસ નિષ્ક્રિય જોવા મળી રહી છે અગાઉ પણ રેંજ ટીમ, SMC ટીમો અને તાજેતરમાં ગાંધીનગર CID ક્રાઈમ ટીમે રેડ કરી કામગીરી કરી હતી જોકે હજુ પણ સ્થાનિક પોલીસને શરમ આવતી ના હોય તેમ બોર્ડર રેંજ ભુજ ટીમે માળિયા નજીકથી પાવડરની બોરીની આડમાં છુપાવી લઇ જવાતા ટ્રકમાંથી દારૂની ૪૦૯૨ બોટલનો જથ્થો ઝડપી લીધો હતો.સરહદી રેંજ ભુજ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયાના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ ૨ સરહદી રેંજ ભુજની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માળિયા ત્રણ રસ્તાથી મોરબી તરફ બ્રીજ પાસે સર્વિસ રોડ પર ટ્રક આરજે ૫૨ જીએ ૨૪૬૪ વાળી ઉભી હોય જે ટ્રક ચેક કરતા પ્લાસ્ટિક બોરીઓમાં સફેદ પાવડર ભરેલો હતો જેની નીચે ઈંગ્લીશ દારૂનો જથ્થો છુપાવી લઇ જવાતો હતો રેંજ ટીમે ટ્રકમાં રાખેલ ઈંગ્લીશ દારૂની નાની મોટી અલગ અલગ બ્રાન્ડની કુલ બોટલ નંગ ૪૦૯૨ કીમત રૂ ૯,૩૭,૫૦૦, ટ્રક આરજે ૫૨ જીએ ૨૪૬૪ કીમત રૂ ૧૦ લાખ અને સફેદ પાવડરની બોરીઓ ૩૦ ટન કીમત રૂ ૧૫,૦૦૦ સહીત કુલ રૂ ૧૯,૫૨,૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે અને ટ્રક ચાલક તેમજ તપાસમાં ખુલે તે આરોપી વિરુદ્ધ માળિયા (મી.) પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.જે કામગીરીમાં ક્રાઈમ ૨ બોર્ડર રેંજ ભુજના પીઆઈ એલ પી બોડાણાની ટીમના પીએસઆઈ એ પી વાઘેલા, રસિકભાઈ પટેલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, મોહિતભાઈ ચાવડા સહિતની ટીમ જોડાયેલ હતી..
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application