BREAKING NEWS

મહારાષ્ટ્ર્રમાં ચોમાસું અટકતાં વરસાદમાં ૪૧% ઘટ

  • June 19, 2026 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દક્ષિણ મહારાષ્ટ્ર્ર ઉપર દક્ષિણ–પશ્ચિમ ચોમાસાની ગતિ અટકી જતાં દેશમાં ૪ જૂનથી ૧૮ જૂન દરમિયાન કુલ વરસાદમાં ૪૧ ટકા ઘટાડો નોંધાયો છે. ભારત હવામાન વિભાગના તાજેતરના આંકડા મુજબ, આ સમયગાળામાં દેશમાં સામાન્ય ૭૨.૨ મીમી વરસાદ સામે માત્ર ૪૨.૬ મીમી વરસાદ નોંધાયો છે.
આઈએમડીના વિસ્તારવાર આંકડાઓ દર્શાવે છે કે મધ્ય ભારતમાં ૬૭ ટકા, પૂર્વ અને ઉત્તર–પૂર્વ ભારતમાં ૪૨ ટકા, દક્ષિણ દ્રીપકલ્પ વિસ્તારમાં ૨૨ ટકા અને ઉત્તર–પશ્ચિમ ભારતમાં ૬ ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. આ સ્થિતિને કારણે કૃષિ ક્ષેત્રમાં ચિંતા વધી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસાની ઉત્તર તરફની
પ્રગતિ માટે અનુકૂળ મોટા પાયાની હવામાનીય પરિસ્થિતિઓના અભાવને કારણે મહારાષ્ટ્ર્રના બાકી વિસ્તારોમાં ચોમાસું આગળ વધી શકયું નથી. આઈએમડીએ આ મદં ગતિ પાછળ પાંચ મુખ્ય કારણો દર્શાવ્યા છે. પ્રથમ કારણ એ છે કે અરબી સમુદ્ર તરફથી ચોમાસાના પવનોમાં જરી તીવ્રતા જોવા મળી રહી નથી. સામાન્ય રીતે આવા મજબૂત પવન ભેજયુકત હવા લાવી વ્યાપક વરસાદ અને ચોમાસાની આગળ વધતી ગતિમાં મદદપ બને છે. બીજું, અરબી સમુદ્ર ઉપર નીચલા સ્તરના દક્ષિણ–પશ્ચિમ પવનો નબળા પડા છે, જેના કારણે મહારાષ્ટ્ર્રના દરિયાકાંઠા અને આંતરિક વિસ્તારો સુધી ભેજનું પરિવહન ઘટું છે.
ત્રીજું કારણ પશ્ચિમ હિંદ મહાસાગર અને અરબી સમુદ્ર ઉપરનો ક્રોસ–ઇકવેટોરિયલ પ્રવાહ નબળો પડવો છે. આ પ્રવાહ ચોમાસા માટે ભેજનો મહત્વપૂર્ણ ક્રોત માનવામાં આવે છે. તેની નબળાઈને કારણે ચોમાસાની પ્રવૃત્તિમાં ઘટાડો થયો છે. ચોથું, અરબી સમુદ્ર અથવા બંગાળની ખાડીમાં હાલમાં કોઈ નીચા દબાણનું ક્ષેત્ર, ચક્રવાતી પરિભ્રમણ અથવા પશ્ચિમ કિનારે મજબૂત ઓફશોર ટ્રફ જેવી હવામાનીય પ્રણાલીઓ સક્રિય નથી, જે સામાન્ય રીતે ચોમાસાને આગળ ધપાવવામાં મદદ કરે છે.
પાંચમું અને મહત્વનું કારણ મેડન–જુલિયન ઓસિલેશનનો નબળો તબક્કો છે. એમજેઓ સક્રિય હોય ત્યારે દક્ષિણ ભારતમાં વધુ વાદળો અને વરસાદ સર્જાય છે, પરંતુ હાલ તેની અસર ઓછી હોવાથી વરસાદી પ્રવૃત્તિ મર્યાદિત રહી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application