BREAKING NEWS

રાજકોટ જિલ્લામાં શ્રાવણીયા જુગારની મોસમ જામી: 6 દરોડામાં 42 ઝડપાયા

  • September 02, 2026 12:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાતમ આઠમના તહેરવારી શરૂઆત સાથે રાજકોટ જિલ્લામાં શ્રાવણીયા જુગારની મોસમ પણ બરોબરની જામી છે. ત્યારે રાજકોટ જિલ્લામાં જુગારના છ દરોડામાં પોલીસે ૪૨ પત્તાપ્રેમીઓને ઝડપી લઇ રૂ.૭.૨૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, સુલતાનપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ યુ.આર. ડામોરની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હકીકત મળી હતી કે, સુલતાનપુર ગામે આવેલ દેવળકો નામની સીમમાં મેહુલ જીણાભાઈ ગોંડલીયા પોતાની વાડીએ જુગાર રમાડી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસની ટીમ અહીં દરોડો પાડી જુગાર રમતા વાળી માલિક સહિત 10 શખસોને ઝડપી લીધા હતા. જેમાં મેહુલ ઝીણાભાઈ ગોંડલીયા, લલિત અરજણભાઈ ભેસાણીયા, રમેશ મગનભાઈ ગોંડલીયા, અશોક ઉર્ફે ગડો વલ્લભભાઈ ગોંડલીયા, કમલેશ ગૌરીશંકરભાઈ દવે, ભરત ભીમજીભાઇ વૈષ્ણવ, રાજુલાલજીભાઈ ગોંડલીયા, અને વિનુ લીંબાભાઇ ગોંડલીયાનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ રૂપિયા ૪.૫૦ લાખ, સાત મોબાઈલ ફોન અને પાંચ વાહન સહિત કુલ રૂપિયા 5.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

જ્યારે જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.એચ. શર્માની રાહબરી હેઠળ પી.એસ.આઇ કે.બી. ગઢવી તથા ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ શામળા અને નિલેશભાઈ મકવાણાને મળેલી બાતમીના આધારે જેતપુર નેશનલ હાઈવે પર ડીલક્ષ પેટ્રોલ પંપની બાજુમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા લાલજી ટોડીયા, જયેશ લાલાણી, અજય રાતડીયા, વાલજી કંડોળીયા, હરેશ સિંધવ અને રામ ટોળીયા સહિત છ શખસોને ઝડપી લઇ પટમાંથી રોકડ રૂપિયા 31,600 કબજે કર્યા હતા.

જુગારના ત્રીજા દરોડામાં ગોંડલ બી ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે નેશનલ હાઇવે રાધિકા ફર્નિચર પાછળ જાહેરમાં જુગાર રમતા આઠ શખસોને ઝડપી લીધા હતા. જેમાં હિંમત પટેલ પરેશ જીવાણી, કેવન ભાલોડીયા, ધર્મેશ ઘેટીયા, સોહમ ગરાળા, સુનિલ ખાચર, આમિર સૈયદ અને રાકેશ કણસાગરાનો સમાવેશ થાય છે પોલીસે પટમાંથી રોકડ રૂપિયા 53,000 કબજે કર્યા હતા.

જુગારના ચોથા દરોડામાં ભાયાવદર પોલીસે ઢાંક ગામે પટ્ટી નામની સીમ વિસ્તારમાં ચીમન રાણપરીયાની વાડી બહાર લાઈટના અજવાળે જુગાર રમતા આઠ શખ્સોને ઝડપી લીધા હતા જેમાં વાડી માલિક ચીમન જેઠાભાઇ રાણપરીયા ઉપરાંત રસીક રાણપરીયા, અમિત રાણપરીયા, સહદેવ મકવાણા, ભીમજી મકવાણા, દર્શિત ગેડિયા, કલ્પેશ ભંડેરી અને કરણ ગોસ્વામીનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ રૂપિયા ૧૬,૧૮૦ કબજે કર્યા હતા. જુગારના પાંચમા ધોરણમાં ધોરાજી તાલુકા પોલીસ મથકના સ્ટાફે વાલ સીમડી ગામ તરફ જવાના રસ્તે દરગાહ નજીક હરશુખભાઈ ઠેસિયાની વાડી પાસે ઝાડ નીચે જુગાર રમતા વાડી માલિક હરશુખ ઠેસીયા, સુરેશ ગધેથરીયા, જુમ્મા સંધી, ધીરજ ઠેસીયા, હિરેન વેકરીયા અને નવીન વૈષ્ણવ સહિત છ શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે પટમાંથી રોકડ રૂપિયા 51,740 કબજે કર્યા હતા.

જુગારના છઠ્ઠા દરોડામાં જામકંડોરણા પોલીસ મથકના સ્ટાફે ધોળીધાર ગામે રામાપીર મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા ખોડા ચાવડા, જયેશ જાદવ, ભાયા ચાવડા, હીરા ચાવડા સહિત ચાર શખ્સોને ઝડપી રોકડ રૂપિયા 1,540 કબજે કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application