કઝાકિસ્તાનના અકતાઉમાં એક પેસેન્જર પ્લેન ક્રેશ થયું છે. પ્લેનમાં ૧૦૫ મુસાફરો અને ૫ ક્રૂ મેમ્બર હતા. વિમાન અઝરબૈજાનથી રશિયાના ગ્રોઝની જઈ રહ્યું હતું. એજન્સીઓના જણાવ્યા અનુસાર ગાઢ ધુમ્મસને કારણે લાઈટનો ટ બદલવામાં આવ્યો હતો. પ્લેન ક્રેશ થયું તે પહેલા તેણે એરપોર્ટના અનેક ચક્કર લગાવ્યા હતા અને ઈમરજન્સી લેન્ડિંગની પરવાનગી માગી હતી. આ પ્લેન અઝરબૈજાન એરલાઈન્સનું હોવાનું કહેવાય છે. આ દુર્ઘટનામાં ૪૨ લોકોના મોત થયા છે.
પ્લેન ક્રેશની જાણ થતાં જ ઈમરજન્સી સેવાઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. વિમાનમાં લાગેલી આગને ઓલવવાનું કામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. આ વિમાન અઝરબૈજાન એરલાઈન્સ દ્રારા સંચાલિત હતું. તે રશિયાના ચેચન્યામાં બાકુથી ગ્રોઝની જઈ રહ્યું હતું. પરંતુ, ગ્રોઝનીમાં ધુમ્મસને કારણે તેનો ટ બદલવામાં આવ્યો હતો.
કઝાકિસ્તાનના સ્થાનિક મીડિયા અનુસાર, વિમાનમાં ૧૦૫ મુસાફરો અને ૫ ક્રૂ મેમ્બર સવાર હતા. જો કે, રોઇટર્સે આ માહિતીની પુષ્ટ્રિ કરી નથી. દરમિયાન, કઝાકિસ્તાનની ઘણી ન્યૂઝ વેબસાઈટ લાઈટમાં ૭૨ લોકોની હાજરીનો દાવો કરી રહી છે. કઝાકિસ્તાનની સ્થાનિક ન્યૂઝ વેબસાઈટ અનુસાર, અકસ્માતમાં ૨૫ લોકો બચી ગયા, જેમાંથી ૨૨ને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. અકસ્માત અંગે અઝરબૈજાન એરલાઈન્સ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. આ અકસ્માત ઉડ્ડયન સુરક્ષા માટે બીજી પડકારજનક ઘટના છે. વધુ માહિતી મળ્યા બાદ સ્થિતિ સ્પષ્ટ્ર થશે. જો કે, આ દરમિયાન, કઝાકિસ્તાનના ઇમરજન્સી મંત્રાલયે જણાવ્યું હતું કે અકસ્માતની જાણ થતાં જ ઇમરજન્સી સેવાઓ સ્થળ પર પહોંચી ગઇ હતી. વિમાનમાં લાગેલી આગને ઓલવવાનું કામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. અકસ્માત સાથે જોડાયેલો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
પક્ષીઓના ટોળા સાથે પ્લેન અથડાયાનો દાવો
કઝાકિસ્તાનના પરિવહન મંત્રાલયનું કહેવું છે કે, તેઓ આ અકસ્માતની વિશેષ તપાસ કરશે. રશિયન મીડિયાના અહેવાલો અનુસાર, આ દુર્ઘટના પક્ષીઓના ટોળા સાથે અથડાવાને કારણે થઈ છે, કઝાકિસ્તાનના ઈમરજન્સી મંત્રાલયના જણાવ્યા અનુસાર, કુલ ૫૨ બચાવ ટીમ અને ૧૧ બચાવ ઉપકરણોને દુર્ઘટના સ્થળ પર મોકલવામાં આવ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech