BREAKING NEWS

45 વર્ષની મહિલા પર 28 વર્ષના શખ્સનું દુષ્કર્મ, વીડિયો ઉતારી બ્લેકમેલ કરવા ધમકાવી; ગોંડલની ચકચારી ઘટના

  • November 06, 2025 02:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલમાં નદીકાંઠા પાસેના વિસ્તારમાં રહેતી મહિલાને આ જ વિસ્તારમાં રહેતા શખસ સાથે પરિચય થયા બાદ બંને વચ્ચે સંબંધ બંધાયા હતા. ત્યારબાદ આ શખસે મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું અને તેનો વીડિયો પણ ઉતારી લીધો હતો. બાદમાં આ શખસ આ વિડીયોના આધારે મહિલાને બ્લેકમેઇલ કરતો હોય અંતે કંટાળી જઈ આ મામલે મહિલાએ ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી તેને સકંજામાં લઈ તપાસ હાથ ધરી છે.


દુષ્કર્મના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલમાં નદીકાંઠા પાસેના વિસ્તારમાં રહેતા 45 વર્ષીય અપરણિત મહિલાએ ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે આ જ વિસ્તારમાં રહેતા જયદેવ મુકેશભાઈ સોલંકી (ઉ.વ 28) નું નામ આપ્યું છે. જે ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે દુષ્કર્મ અને આઇટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


મહિલાની ફરિયાદમાં જણાવેલી હકીકતો મુજબ 45 વર્ષીય મહિલા જ્યાં રહે છે તે જ વિસ્તારમાં આરોપી જયદેવ રહેતો હોય બંને વચ્ચે પરિચય થયો હતો. બાદમાં બંને વચ્ચે મોબાઇલ નંબરની આપ લે થઈ હતી અને બંને ફોન તથા મેસેજમાં વાતચીત કરતા હતાં. ત્યારબાદ બંને વચ્ચે મિત્રતાના સંબંધો થયા હતા. બાદમાં આરોપીએ આ સંબંધનો લાભ ઉઠાવી મહિલા પર દુષ્કર્મમાં આચર્યું હતું.


આરોપી જયદેવ મહિલા સાથે શારીરિક સંબંધો બાંધ્યા બાદ તેના વાંધાજનક વીડિયો પણ પોતાના મોબાઈલમાં ઉતારી લીધા હતા. ત્યારબાદ આરોપી મહિલાને આ વીડિયોના આધારે છેલ્લા ઘણા સમયથી બ્લેકમેઇલ કરતો હોય અંતે કંટાળી જઈ મહિલા આ મામલે ફરિયાદ નોંધાવવાનું નક્કી કરી ગોંડલ સીટી પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને સંકજામાં લઇ જરૂરી કાર્યવાહી કરી છે. આ અંગે વધુ તપાસ ગોંડલ સીટી પોલીસ સ્ટેશનના પીઆઈ એલ આર ગોહિલની રાહબરીમાં ટીમ ચલાવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application